Income Tax Raids On Ahmedabad Builder Premises
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ITનું ‘સુપર ઑપરેશન’, બી-સફલ ગ્રુપ અને અગ્રવાલ જૂથ પર દરોડા

અમદાવાદમાં ITનું ‘સુપર ઑપરેશન’, બી-સફલ ગ્રુપ અને અગ્રવાલ જૂથ પર દરોડા

 | 4:51 pm IST
  • Share

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ઈન્કમટેક્સ વિભાગે એક સાથે 22 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે જ મોટા બિલ્ડરો સાથે સંકળાયેલા બ્રોકરો પણ સકંજામાં સપડાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બી-સફલ અને સ્વાતિ ગ્રુપમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. અમદાવાદના નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને અશોક અગ્રવાલના ત્યાં રેડ પાડવામાં આવી હતી.

આ બન્ને મોટા બિલ્ડરો સાથે સંકળાયેલા બ્રોકરો પણ આઈટીના સકંજામાં છે. બન્ને બિલ્ડર સાથે સંકળાયેલા સિટી એસ્ટેટની ડ્રાઈવ ઈન રોડ પર આવેલી ઑફિસમાં પણ આઈટી વિભાગે તપાસ આદરી છે. સિટી એસ્ટેટના માલિક પ્રવિણ બાવડિયા છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનમાં બે મોટા માથાઓ ઝપેટમાં આવ્યા હોવાથી શહેરના અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.

અલગ સ્ટ્રેટેજીથી આઈટીની રેડ
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે કુલ 22 સ્થળે પાડેલા દરોડા દરમિયાન અલગ સ્ટ્રેટેજી અપનાવી હતી. જેમાં SRPની મદદ વિના રેડ પાડવામાં આવી હતી. આટલું જ નહીં, સામાન્ય રીતે સવારે 6 વાગ્યે રેડ પાડતી ઈન્કમટેક્સ વિભાગની ટીમે 11 વાગ્યે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં ઈન્કમટેક્સ વિભાગના 100 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો