incoming call on iphone can't set steel wool on fire viral video
  • Home
  • Featured
  • VIDEO: આઈફોનમાં કોલ આવતા પાસેનું સ્ટીલનું ગૂંચળું સળગ્યું, લાખો લોકો અંજાયા એનું તથ્ય શું?

VIDEO: આઈફોનમાં કોલ આવતા પાસેનું સ્ટીલનું ગૂંચળું સળગ્યું, લાખો લોકો અંજાયા એનું તથ્ય શું?

 | 10:45 am IST

કોઈ કોલ આવે ત્યારે તેની આસપાસ મૂકવામાં આવેલા સ્ટીલના વાયરનું એક ગૂંચળું સળગાવતા આઇફોનનો એક વીડિયો છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે. વીડિયોને સૈથી પહેલા 27 ડિસેમ્બર 2019ના રોજ યુટ્યુબ ચેનલ પર વાઈરલ વીડિયો લેબ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેને લોકોએ 811,850 વાર જોઈ નાંખ્યો. પરંતુ વીડિયો પાછળનું તથ્ય કંઈક અલગ જ છે.

વીડિયોમાં જે સળગતી જ્યોત બતાવવામાં આવી છે એ ડિજીટલ એડિટીંગ દ્વારા એડિટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્ટીલનું ગૂંટળું ખરેખરમાં સળગતું જ નથી. તે ડિજીટલ એડિટિંગ ટૂલનું પરિણામ છે. જે ક્લિપ ધીમી કરતી વખતે કોઈ ચોક્કસ સમયે ફ્રેમ ચેન્જ દરમિયાન સમજી શકાય છે.

આ વીડિયો ખોટો છે એવું સરળતાથી કહી શકાય એનું કારણ એ હતું કે, સ્ટીલનું ગૂંચળું ચોક્કસ જગ્યા પરથી જ સળગે છે. સળગવાની શરૂઆત પછી તે ધીમે ધીમે ફેલાવાની જગ્યાએ એક સાથે તરત જ આગ પકડી લે છે, કે જે પ્રેક્ટિકલી ખોટું છે. કેટલાક લોકોએ એવો દાવો પણ કર્યો હતો કે, એની નીચે 9V બેટરી જોડાયેલ હોવાને કારણે ગૂંચળામાં આગ લાગી છે. પરંતુ એ બધી જ વાતો ખોટી સાબિત થઈ છે. રિયલ પ્રેક્ટિકલ વીડિયોઝ વેબ પર મળી શકે છે. જેમાં આખરે સાબિત થયું છે કે, આઇફોનમાં ઇનકમિંગ કોલના કારણે સ્ટીલના ગૂંચળામાં આગ નથી લાગતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન