Increase in religion change among Scheduled Castes In Gujarat
  • Home
  • Gujarat
  • અનુસૂચિત જાતિના લોકોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ વધ્યું, વધુ ૩૦૦ લોકોએ લીધા ફોર્મ

અનુસૂચિત જાતિના લોકોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ વધ્યું, વધુ ૩૦૦ લોકોએ લીધા ફોર્મ

 | 7:54 pm IST

દેશમાં જાતિવાદનું ઝેર દીવસેને દીવસે વધી રહ્યુ છે. ત્યારે છુત-અછુતની માનસિકતાથી આપણું ગુજરાત પણ અછુતું નથી. રાજ્યમાં હાલમાંજ કેટલીક એવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેના કારણે પોલીસ પ્રોટેક્શન હેઠળ અનુસૂચિત જાતીના લોકોને વરઘોડો પણ કાઢવા દેવામાં નહોંતો આવ્યો. કેટલાક લોકોની પછાત માનસિકતા સમાજના તાણાવાણાને તોડવાનુ કામ કરી રહી છે અને તેના કારણે ધર્મ પરીવર્તનનુ પ્રમાણ પણ વધ્યુ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1000થી વધુ લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચુક્યા છે. હજુ પણ ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં છુત-અછુતની માનસિકતા જોવા મળે છે. અહીં લોકોને પાણી ભરવાથી માંડીને મંદિરમાં પ્રવેશ સુધીના પ્રતિબંધોની ફરિયાદો ઉઠી છે. અને આવી માનસિકતાના કારણે અનુસૂચિત જાતીના લોકો સ્વમાનભેર નથી જીવી શકતા એવુ એમનું માનવુ છે અને તેઓ બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે.

સુરેન્દ્રનગરના અમર બૌધી બૌદ્ધ વીહારમા આજે 12મો બૌદ્ધ દિક્ષા મહોત્સવ યોજાયો હતો. અહીં અનુસુચિત જાતીના 20 લોકોએ ધર્મ પરીવર્તન કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેઓનું કહેવું હતું કે સમાજમાં યોગ્ય માન સન્માન ન મળવાના કારણે અને વારંવાર અપમાનિત કરવાના બનાવો બનતા હોવાના કારણે તેઓ સ્વમાનથી જીવી શકાતા નથી. અને આવી માનસિકતાના કારણે ધર્મ પરિવર્તનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના લ્હોર અને ખંભીસર ગામના લોકો કે જ્યાં વરઘોડાને લઇને સમાજની બે જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણ થયું હતું તે ગામોમાંથી લોકો 300 ફોર્મ લઇ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ લોકો આવનારા સમયમા બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નોંધનીય છે કે દીવસેને દીવસે સમાજના કુ-રિવાજો અને હલકી માનસીકતાના કારણે ખાસ અનુસૂચિત જાતિના લોકોમાં ધર્મપરીવર્તનનું પ્રમાણ વધ્યું છે અને તેઓ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. ગુજરાતમાં માત્ર પોરબંદર અને સુરેન્દ્રનગરના ભિખ્ખુ પથીક ઘણા લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના શ્રેષ્ઠી ખુશાલચંદ એન. જે. અમર બોધી બૌદ્ધ વીહારના ભિખ્ખુ પથીક છે તેઓએ અત્યાર સુધી 1000થી વધુ લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન