Increase minimum fare of autorickshaw from Rs 15 to Rs 20: Drivers
  • Home
  • Ahmedabad
  • ઓટોરિક્ષાનું મિનિમમ ભાડું રૂ.15થી વધારીને રૂ.20 કરો : રિક્ષાચાલકો

ઓટોરિક્ષાનું મિનિમમ ભાડું રૂ.15થી વધારીને રૂ.20 કરો : રિક્ષાચાલકો

 | 7:30 am IST
  • Share

  • સીએનજી ગેસના ભાવવધારા સામે રિક્ષાના ભાડા વધારવા માગ ઊઠી

  • માગણીઓ સંતોષાય નહીં તો એસોસિયેશને આંદોલનની ચીમકી ઉચ્ચારી

  • હાલના રૂ.10 થી વધારીને રૂ.15 કરવાની માગ સાથે ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિયેશન, અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઇ છે. 

 

રાજ્યમાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ચાર વર્ષથી ઓટોરિક્ષાના ભાડામાં વધારો કરાયો ન હોવાથી રિક્ષાચાલકોની હાલત કફોડી બની ગઇ છે. તાકિદે રેટ કમિટી દ્વારા રિક્ષાના ભાડામાં વધારો કરી મિનિમમ ભાડું રૂ.15 થી વધારીને રૂ.20 કરવા અને કિલોમીટર દીઠ હાલના રૂ.10 થી વધારીને રૂ.15 કરવાની માગ સાથે ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિયેશન, અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઇ છે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ એસોસિયેશને ઉચ્ચારી છે.

ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સી.એન જી. ગેસના ભાવમાં વધારો અને મોંઘવારીમાં વધારા સામે ગુજરાત સરકારે રિક્ષા ભાડા માટે બનાવેલી રેટ કમિટી દ્વાર દર વર્ષે એપ્રિલ કે મે માસ દરમિયાન રિક્ષાભાડાને ફરજિયાત રિવ્યૂ કરવાનું હોય છે, પરંતુ કમિટી દ્વારા છેલ્લા ચાર વર્ષથી કોઈપણ પ્રકારના ભાડાનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી . જ્યારે ફ્રી તા.11 ઓક્ટોમ્બરે સી.એન.જી.માં રૂ.1.63. નો વધારો થતાં હવે કિલો દીઠ સીએનજી ગેસનો ભાવ કુલ રૂ.61.49. થઈ ગયો છે. તેથી હવે રિક્ષા ભાડાની માંગણી મુજબ રિક્ષાના મિનિમમ ભાડામાં અને કિલોમીટર દીઠના ભાડામાં વધારો કરવાની અમારી માંગણી છે. ચાર વર્ષમાં ગેસના ભાવમાં સતત વધારો થયો પણ રિક્ષાચાલકોની આજીવિકામાં કોઇ સુધારો થયો નથી. ઉપરાંત કોવિડ-19 મહામારીના કારણે રિક્ષાચાલકોની હાલત વધુ કફોડી બની ગઇ છે. જેના માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી રિક્ષાચાલકોની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો