increase your sex power by drinking goat milk regularly
  • Home
  • Featured
  • મર્દાનગી વધારવી છે, તો પીઓ આ પ્રાણીનું દૂધ

મર્દાનગી વધારવી છે, તો પીઓ આ પ્રાણીનું દૂધ

 | 6:44 pm IST

આપણે બધા જાણીએ છીએ કે, દૂધ હેલ્થ માટે બહુ જ જરૂરી હોય છે. દૂધના સેવનથી શરીરના હાડકા મજબૂત થાય છે, શક્તિ મળે છે. ભારતમાં સુહાગરાતના દિવસે પણ પતિ-પત્નીએ દૂધ પીવાનો રિવાજ છે. જે આજે ય ગામડાઓમાં પ્રચલિત છે. પણ, કેટલાક પુરુષોની સેક્સ લાઈફ નિરાશાભરી હોય છે. પરંતુ આવા પુરુષોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે, એક પ્રાણીનું દૂધ પીને પુરુષો તેમની યૌન શક્તિ ફરીથી મેળવી શકે છે. આ પ્રાણી છે બકરી.

નબળી યૌન શક્તિ ધરાવતા પુરુષોએ ગાય કે ભેંસનું નહિ, પણ બકરીનું દૂધ પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે, બકરીના દૂધથી ન માત્ર બીમારીઓ દૂર થાય છે, પરંતુ પુરુષોની મર્દાનગી પણ વધે છે. બકરીનું દૂધ પીને ન માત્ર બીમારીઓ દૂર થાય છે, પરંતુ મર્દાનગી પણ વધે છે. એક ગ્લાસ એટલે કે લગભગ 250 ગ્રામ બકરીનું દૂધ પીવાથી આંતરડા સ્વસ્થ રહે છે.

જોકે, બકરીનું દૂધ પીવાની અલગ અલગ રીત છે. જે પુરુષોને સેક્સ્યુઅલ પાવરમાં ઊણપ લાગે છે, તેમણે 7 કે 8 ખજૂરની સાથે ઉકાળેલું ન હોય તેવું બકરીના તાજા દૂધમાં આખી રાત રાખીને છોડી દેવું. સવારે ઉઠીને બધી ખજૂરીને ચાવીચાવીને ખાઈ જવી. બાદમાં દૂધ પી લેવું. આવું સતત કરવાથી પુરુષો તેમની યૌન શક્તિ પરત મેળવી શકશે. આમ, તેમની નપુંસકતા પણ દૂર થઈ જશે.

અન્ય ફાયદા પણ છે
બકરીનું દૂધ પીવાના અન્ય ફાયદા પણ છે. જેઓ સતત બકરીનું દૂધ પીએ છે, તેમનું કોલેસ્ટ્રોલ બેલેન્સમાં રહે છે. તેમાં હાર્ટ એટેકનો ખતરો નથી રહેતો. આ દૂધથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. કેમ કે, દૂધમાં પોટેશિયમનું સ્તર બહુ જ વધારે હોય છે. જે બ્લડ પ્રેશરને ઓછું કે વધતુ રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ પણ મળી આવે છે. જે શરીરને પ્રતિરક્ષા શક્તિ આપવામાં મદદરૂપ થાય છે.

આ કારણે જ અનેક તબીબો બાળકોને આ દૂધ આપવાની સલાહ આપે છે. આ દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકા મજબૂત થાય છે અને બાળખ જલ્દી ચાલવા લાગે છે. તેમજ આ દૂધમાં 35 ટકા જેટલું ફેટી એસિડ હોય છે, જે શરીર માટે ફાયદાકારક કહેવાય.