recognition of Ahmedabad, will know the glory of Hanuman Temple
  • Home
  • Featured
  • VIDEO: આવો દર્શન કરીએ અમદાવાદના સોલા ભાગવતમાં આવેેલા સિંદુરી સ્વરુપના હનુમાનજીના

VIDEO: આવો દર્શન કરીએ અમદાવાદના સોલા ભાગવતમાં આવેેલા સિંદુરી સ્વરુપના હનુમાનજીના

 | 9:30 am IST

આમ તો પવનપુત્ર હનુમાનજીને અનેક મંદિરો આવેલા છે. પરંતુ અમદાવાદની ઓળખમાં વધારો કરતુ સોલા ભાગવતમાં નિર્મિત હનુમાન મંદિરનો આજે મહિમા જાણીશુ. જ્યાં વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયા કષ્ટભંજન દેવ. કહેવાય છે કે શહેરની સૌથી ઉંચી ટેકરી પર પ્રભુનું પ્રાગટ્ય થયુ જ્યા આજે પણ ભક્તોને મળે છે પરચા. તો આવો અમદાવાદના સોલામાં નિર્મિત આ હનુમાન મંદિરનો મહિમા જાણીએ.

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત કહેવાય છે દેવ હનુમાન. કળિયુગમાં ભક્તોની રક્ષા કરવાની જવાબદારી જેના શિરે છે એવા હનુમાનજીના એક પ્રાચીન સ્થાનકના દર્શન કરીશુ. અમદાવાદ શહેર જે પ્રાચીન કાળમાં કર્ણાવતી નામે ઓળખાતુ તેની સૌથી ઉંચી ટેકરી પર આજથી વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયા પવનપુત્ર.

અહિં ગર્ભગૃહમાં દર્શન આપે છે સિંદુરી સ્વરુપના હનુમાનજી. ન માત્ર અમદાવાદથી પરંતુ રાજ્યભરથી પધારતા ભક્તો માટે આ પવિત્ર ધામ દુન્યવી દુખોથી મુક્તિ મેળવવાનું પાવન માધ્યમ બન્યુ છે. આ સ્થાનમાં કષ્ટભંજન કેવી રીતે પ્રગટ થયા તેની સુંદર કથા જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન