આતંકવાદીઓની ચુંગલમાંથી ભાગીને કર્યાં લગ્ન, કેમ્પમાં થયુ જશન

2634

25 વર્ષનો હુસૈની અને 16 વર્ષની શાહાદ આબેદના ગઈકાલે થયેલા લગ્નની સ્ટોરી સાંભળી, તમને ઉદ્યોગપતિના શાનદાર લગ્ન પણ તેની સામે ફિક્કા લાગશે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા અપાયેલી ધમકી બાદ આ યુવક-યુવતી ભાગી ગયા હતા. જેને પગલે રેફ્યુજી કેમ્પમાં ધામધૂમથી તેમના લગ્ન કરાવાયા હતા. કેમ્પમાં જ બંનેએ લગ્ન કર્યા હતા. ધમકી મળ્યા બાદ પણ બંને ડર્યા નહિ, અને સાથે મળીને નવા જીવનની શરૂઆત કરી છે. ઈરાકી રેફ્યુજી કેમ્પ માટે તેમના લગ્ન યાદગાર બની રહ્યા હતા.