Incredible skills of Pinapple salesman in Phillipines
  • Home
  • Videos
  • પાઈનેપલ કાપવાની આ ટ્રીક છે શીખવા જેવી, ઝટપટ કપાઈ જશે

પાઈનેપલ કાપવાની આ ટ્રીક છે શીખવા જેવી, ઝટપટ કપાઈ જશે

 | 12:50 pm IST

જો તમે ફિલીપાઈન્સના આ ફ્રુટવાળાના દાવાને માનો તો તમને વિશ્વાસ નહિ આવે. આ ફળવાળો હકીકતમાં કમાલનો કલાકાર છે. તે એટલી તેજીથી ફ્રુટ કાપીને તમારી સામે મૂકી દેશે કે તેમને વિશ્વાસ નહિ આવે. આવું કરવામાં તેની આંગળીઓને ક્યાંય નુકશાન થતું નથી. આ વ્યક્તિનો દાવો છે કે, તેણે પાઈનેપલ છોલવાની સ્કીલ લાંબી પ્રેક્ટિસ બાદ મેળવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો ફિલીપાઈન્સના ડવાઓ શહેરના બેનકેરોહન માર્કેટનો છે. આ માર્કેટમાં આ ફળવાળો તેના આ ખાસ અંદાજને કારણે ફેમસ છે. અનેક લોકો તેની આ સ્કીલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. ત્યારે આ વીડિયો જોઈને તમે પણ પાઈનેપલ કાપવાની કળા શીખી શકો છો. પણ ધ્યાનથી, આવું કરવામાં ક્યાંક તમારો હાથ કપાઈ ન જાય તે જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન