IND v/s SA: સેન્ચુરિયનમાંં ભારતનો ભવ્ય વિજય, કોહલીએ ફટકારી સદી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IND v/s SA: સેન્ચુરિયનમાંં ભારતનો ભવ્ય વિજય, કોહલીએ ફટકારી સદી

IND v/s SA: સેન્ચુરિયનમાંં ભારતનો ભવ્ય વિજય, કોહલીએ ફટકારી સદી

 | 7:53 am IST

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણીની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. સેન્ચુરિયન ખાતે રમાઈ રહેલી છઠ્ઠી વન-ડેમાં સાઉથ આફ્રિકાએ ભારતને જીતવા માટે ૨૦૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ અને સાઉથ આફ્રિકાના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે આફ્રિકાની ટીમ ૫૦ ઓવર પણ રમી શકી નહોતી. ૪૬.૫ ઓવરમાં સાઉથ આફ્રિકા માત્ર ૨૦૪ રન નોંધાવી શકી હતી. સાઉથ આફ્રિકા માટે માત્ર વિકેટકિપર ઝોંડોએ ૫૪ રન નોંધાવ્યા હતા. તે સિવાય મિડલ ઓર્ડરમાં આવેલા ડિવિલિયર્સે ૩૦ રન અને નીચલા ક્રમે આવેલા ફેલુક્વાયોએ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમના નવા બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને યજુવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત ૪-૧થી આ સિરીઝમાં આગળ છે. ભારતે ગત મેચ જીતીને સિરીઝ ઉપર કબજો જમાવી લીધો હતો. સેન્ચુરિયન ખાતે વિજય મેળવીને ભારત અહીંયા સતત છઠ્ઠી મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ આફ્રિકાએ આપેલ લક્ષ્યનો પીછો કરતા કોહલી એન્ડ કંપનીએ માત્ર 32.1 ઓવરમાં જ 206 કરીને ભવ્ય જીત હાંસલ કરી લીધી હતી.

ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલી બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનિંગમાં આવેલા માર્કરામે પહેલી ઓવરમાં એક ફોર મારી હતી. એક તરફ શાર્દુલ અને બીજી તરફ બુમરાહે બોલિંગ આક્રમણ ચાલુ કર્યું હતું. પાંચ ઓવર પછી યજમાન ટીમનો સ્કોર ૧૮ રન હતો. સાતમી ઓવરમાં શાર્દુલે ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી. હાશિમ અમલા તેનો પહેલો શિકાર બન્યો હતો. અમલા માત્ર ૧૦ રનનું જ યોગદાન આપી શક્યો હતો. ત્યારબાદ ડી વિલિયર્સ વન ડાઉન આવ્યો હતો. આ દરમિયાન શાર્દુલના બદલે ર્હાિદક પંડયાને બોલિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં ફેરફાર કરીને શાર્દુલને પરત લાવીને બુમરાહને બદલાયો હતો. શાર્દુલે ૧૦મી ઓવરમાં માર્કરામને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. શ્રેયસ ઐયરના કેચના કારણે માર્કરામ સસ્તામાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ૧૦ ઓવર પછી આફ્રિકાનો સ્કોર બે વિકેટના નુકસાને ૪૪ રન હતો. પંદર ઓવર બાદ આફ્રિકા ૫૯ રન બનાવી શક્યું હતું. ત્યારબાદ સ્પિન એટેક શરૃ કરવામાં આવ્યો હતો. અઢારમી ઓવરમાં ડિવિલિયર્સે કુલદીપની બોલિંગમાં સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમનો સ્કોર થોડો વધાર્યો હતો. ત્યારબાદ ચહલની ઓવરમાં ઝોન્ડો એલબી થયો હતો પણ ટીવી એમ્પાયરે તેને રિવ્યૂની તક દ્વારા નોટઆઉટ આપ્યો હતો. બોલ તેના ગ્લોવ્ઝને વાગીને તેના પેડને અડયો હતો. ઝોન્ડોએ ત્યારબાદ બે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ચહલે ડિવિલયર્સને બોલ્ડ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી.

ઝોન્ડોએ આક્રમક બેટિંગ કરી હતી
ડિવિલિયર્સની વિકેટ ગયા બાદ ઝોંડોએ આક્રમક બેટિંગ અપનાવી હતી. સ્પિન એટેકના કારણે તરત જ તેની બેટિંગમાં પરિવર્તન આવ્યું અને રનની ગતિ ધીમી પડી ગઈ હતી. ત્યારબાદ ફરી એક વખત બોલિંગમાં આવેલા બુમરાહે યજમાન ટીમના સુકાની ક્લાસેનની પેવેલિયન ભેગો કરી દીધો હતો. કોહલીએ સરળ કેચ પકડીને ક્લાસેનને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારબાદ શાર્દુલની ઓવરમાં બેહરદીન માત્ર ૧ રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. શાર્દુલે આ ત્રીજી વિકેટ ઝડપી હતી. ૧૩૬ રન સુધીમાં તો આફ્રિકાએ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કુલદીપે મોરિસને માત્ર ૪ રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો. આ દરમિયાન ઝોન્ડોએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ૩૭મી ઓવરમાં ચહલે ઝોન્ડોને પણ પેવેલિન ભેગો કરી દેતા આફ્રિકાની રન ગતિ સાવ નબળી થઈ ગઈ. ત્યારબાદ મોર્કેલ ૨૦ અને ફેલુક્વાયો ૩૪ રન નોંધાવી શક્યા હતા. ફેલુક્વાયો શાર્દુલની ઓવરમાં આઉટ થતાની સાથે જ આફ્રિકાના સંઘર્ષનો અંત આવ્યો હતો. સમગ્ર ટીમ માત્ર ૨૦૪ રનમાં સમેટાઈ ગઈ હતી.