ભારતીય પ્લેયરો પર રંગભેદી ટિપ્પણી થતાં કેપ્ટન કોહલી ભડક્યો, તો જય શાહે કહ્યું- સાંખી નહીં લઈએ

ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus) વચ્ચે સિડનીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ (Sydney Test)માં રંગભેદી ટિપ્પણીનો મામલાએ ગરમાવો લાવી દીધો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર પ્રેક્ષકો દ્વારા કરાયેલ અભદ્ર ભાષા અને રંગભેદી ટિપ્પણીઓ (Racial Abuse) પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) આકરી આપત્તિ વ્યક્ત કરી છે. અને તેણે પોતાનો ગુસ્સો ટ્વીટર પર કાઢ્યો છે.
Racial abuse is absolutely unacceptable. Having gone through many incidents of really pathetic things said on the boundary Iines, this is the absolute peak of rowdy behaviour. It's sad to see this happen on the field.
— Virat Kohli (@imVkohli) January 10, 2021
વિરાટ કોહલીએ પણ આ ઘટનાની નિંદા કરી છે. કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, રંગભેદી ટિપ્પણી બિલ્કુલ મંજૂર નથી, બાઉન્ડ્રી લાઈન પર વાસ્તવમાં ઉપદ્રવી વ્યવહારની હદ પાર કરવામાં આવી રહી છે. મેદાન પર આમ થતું જોવું દુઃખદ છે. આ મામલાને ખુબ જ ગંભીરતાથી જોવાની જરૂર છે અને અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરીને ઉદાહરણ રજૂ કરવું જોઈએ.
જય શાહે કહ્યું- ક્રિકેટ અને સમાજમાં જાતિવાદને સ્થાન નહીં
Racism has no place in our great sport or in any walk of society. I’ve spoken to @CricketAus and they have ensured strict action against the offenders. @BCCI and Cricket Australia stand together. These acts of discrimination will not be tolerated. @SGanguly99 @ThakurArunS
— Jay Shah (@JayShah) January 10, 2021
આ મામલા પર BCCI સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે, ક્રિકેટ અને સમાજમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી છે. અને તેઓએ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. BCCI અને CA એકસાથે ઉભા છે. આવી હરકતોને ક્યારેય સહન કરવામાં નહીં આવે.
We have launched an investigation in parallel with NSW Police following a crowd incident at the SCG today. Full statement 👇 pic.twitter.com/D7Qu3SenHo
— Cricket Australia (@CricketAus) January 10, 2021
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું
CAના ઈન્ટિગ્રિટી તેમજ સુરક્ષા પ્રમુખ સીન કેરોલે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોઈપણ પ્રકારના ભેદભાવપુર્ણ વ્યવહારની આકરી નિંદા કરે છે. સીરિઝના યજમાન હોવાને કારણે અમે ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાના મિત્રોની માફી માગીએ છીએ અને આશ્વાસન આપીએ છીએ કે અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.
સિરાજને ‘Brown Dog’ કહ્યો
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રેલિયાની સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર રંગભેદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના સુત્રોએ મેચ બાદ મોટો ખુલાસો કહ્યું કે, ઓસ્ટ્રેલિયાઈ દર્શકોએ મોહમ્મદ સિરાજને ‘Brown Dog’ કહ્યો હતો. ટીમના સુત્રોએ જણાવ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યજમાન બોર્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ માફી માગી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનો વાયદો પણ કર્યો છે.
બુમરાહ અને સિરાજ પર રંગભેદી ટિપ્પણી
આ પહેલાં શનિવારે પણ નશામાં ધૂત દર્શકોએ બુમરાહ અને સિરાજ પર રંગભેદી ટિપ્પણી કરી હતી. જે મામલે BCCIએ ICCને ફરીયાદ પણ કરી છે. ICCએ પણ આ ઘટનાની ભારે ટીકા કરી છે અને તપાસ શરૂ કરી છે. રવિવારે પણ ટિપ્પણીઓને લઈ થોડી મિનિટો માટે મેચ રોકી દેવાઈ હતી અને દર્શકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સિડનીના મેદાનથી ઉપદ્રવી દર્શકોને બહાર કઢાયા
રવિવારે ચોથા દિવસના બીજા સેશન દરમિયાન ભારતીય ખેલાડીઓ મેદાનની વચ્ચે એકઠા થઈ ગયા જ્યારે સ્કેવર લેગ બાઉન્ડ્રી પર ઉભેલાં સિરાજે ગાળો બોલતાં હોવાની ફરિયાદ કરી હતી. આ પહેલાં સિરાજની ઓવરમાં કેમરૂન ગ્રીને સતત બે સિક્સ ફટકારી હતી. દર્શકો ગાળો આપતાં સિક્યોરિટી ગાર્ડસે સ્ટેડિયમમાંથી ગાળો બોલનાર વ્યક્તિઓને બહાર કાઢી દીધા હતા.
આ વીડિયો પણ જુઓઃ પૂર્વ CM માધવસિંહ સોલંકીને અંતિમ વિદાય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન