વિહારીએ કર્યો ખુલાસોઃ અશ્વિને નિભાવી મોટા ભાઈની ભૂમિકા, આ બેટ્સમેન મેચ જીતાડી શકતો હતો

ઓસ્ટ્રેલિયાની સામે સિડની ટેસ્ટ (Sydney Test) ડ્રો કરાવવામાં હનુમા વિહારી (Hanuma Vihari)ની ભૂમિકા મહત્વપુર્ણ રહી હતી. તેણે સંકટમોચક તરીકે મેચને એક છેડેથી સંભાળી રાખી હતી. હનુમાએ બીજી ઈનિંગમાં 161 બોલ રમ્યો હતો અને અણનમ 23 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ આર. અશ્વિનનો (Ravichandran Ashwin) સાથ પણ વિહારીને મળ્યો હતો. અશ્વિને 128 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા.
અશ્વિને મોટા ભાઈની જેમ માર્ગદર્શન આપ્યું
હનુમાએ કહ્યું કે, સિડની ટેસ્ટમાં અશ્વિને મોટા ભાઈની જેમ તેનું માર્ગદર્શન કર્યું હતું. BCCI ડોટ ટીવીથી વાત કરતાં હનુમાએ કહ્યું કે, અંતિમ ઓવરમાં બેટિંગ કરવી એક શાનદાર અનુભવ રહ્યો હતો. આ એક એવી વસ્તુ હતી કે જેના વિશે તમે ફક્ત સપનાંમાં જ જોઈ શકો છો. જો તમે ટીમ માટે કરી શકો છો તો આ સંતોષ તમને ધીમે ધીમે શાંતિ આપે છે અને પછી તમને ખબર પડે છે કે આ કેટલો મોટો પ્રયાસ હતો.
હું નિરાશ લાગતો તો તરત અશ્વિન મારી પાસે વાત કરવા આવતો
હનુમાએ કહ્યું કે હું ખુબ જ ખુશ છું. જ્યારે પણ તેને (અશ્વિન)ને લાગતું કે હું થોડો નિરાશ થઈ રહ્યો છું તો તે મોટા ભાઈની જેમ વાત કરી રહ્યા હતા. તે મને કહી રહ્યા હતા કે એક વખતમાં ફક્ત એક બોલ પર ફોકસ કરો. આને જેટલાં લાંબા સમય સુધી લઈ જઈ શકે છે, લઈ જા. 10 બોલ એક વખતમાં…. આ ખુબ જ ખાસ હતું.
પુજારા અંત સુધી હોત તો મેચ જીતી શકતા હતા
આ ઉપરાંત વિહારીએ કહ્યું કે, ચેતેશ્વર પુજારા અંત સુધી રમ્યો હોત તો મેચ જીતી શકતા હતા. આ મેચ ડ્રો કરાવવી અમારા માટે શાનદાર પરિણામ રહ્યું. મને લાગ્યું હતું કે હું ઈજાગ્રસ્ત નથી. અને પુજારા અહીં છે તો પરિણામ આપણા પક્ષમાં હશે અને આ એક શાનદાર જીત હશે. પણ તેમ છતાં 10 પોઈન્ટ મળવા મોટી વાત છે.
આ વીડિયો પણ જુઓઃ જામનગરમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ વિદ્યાર્થિનીને કોરોના
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન