Ind vs Ban: Rohit Sharma Mesmerizing catch at Eden Gardens
  • Home
  • Sports
  • Cricket
  • IND VS BAN: રોહિત શર્માએ સુપરમેન જેવી છલાંગ લગાવી કોહલીનાં હાથમાંથી છીનવ્યો કેચ

IND VS BAN: રોહિત શર્માએ સુપરમેન જેવી છલાંગ લગાવી કોહલીનાં હાથમાંથી છીનવ્યો કેચ

 | 3:11 pm IST

ભારતીય ટીમ અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે પહેલીવાર ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થઈ ગઈ. ઉમ્મીદ પ્રમાણે ભારતીય બોલર્સે પિંક બોલનો ફાયદો ઉઠાવતાં 60 રનમાં જ 6 વિકેટ ઝડપી લીધી હતી. ભારતના આ શાનદાર પ્રદર્શનમાં બોલર્સની સાથે-સાથે રોહિત શર્માનું યોગદાન રહ્યું. જેણે સુપરમેન જેવી છલાંગ લગાવી એક હાથે અદભૂત કેચ પકડ્યો હતો.

યજમાન ભારત અને બાંગ્લાદેશની વચ્ચે શુક્રવારે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશનો સ્કોર હજુ 2 રન જ થયો હતો, ત્યાં ઉમેશ યાદવનો કહેર તૂટી પડ્યો. ઉમેશ યાદવે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટ પર 17 રન કરી દીધા છે. તેણે પહેલાં મોમિનુલ હકને રોહિત શર્માના હાથે કેચ કરાવીને આઉટ કરી દીધો. જે બાદ મોહમ્મદ મિથુનને ક્લિન બોલ્ડ કર્યો હતો. કેપ્ટન મોમિનુલ હક અને મિથુન તો ખાતું પણ ખોલી શક્યા ન હતા.

બાંગ્લાદેશી કેપ્ટન મોમિનુલ હકની વિકેટ આમ તો ઉમેશ યાદવનાં ખાતામાં ગઈ હતી. પણ તેમાં રોહિત શર્માનું યોગદાન યાદગાર રહ્યું હતું. ઉમેશનો બોલ મોમિનુલના બેટના કિનારા સાથે અથડાઈને સ્લિપ બાજુ ગયો હતો. ત્યાં વિરાટ કેચ કરવા માટે પોતાના હાથ ખોલીને નીચે જ નમ્યો હતો, ત્યાં જ રોહિત શર્મા અચાનક સુપરમેનની જેમ છલાંગ લગાવીને એક હાથ વડે કેચ કરી દીધી હતી. અને વિરાટ કોહલીના હાથમાં આવેલો કેચ છીનવો લીધો હતો.

આ વીડિયો પણ જુઓઃ

અમદાવાદમાં BRTS બસે સર્જેલા અકસ્માતને પગલે ઠેર ઠેર વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન