Ind vs Ban: Team India get lead of 68 run in First Day Night Match
  • Home
  • Sports
  • Cricket
  • IND VS BAN: પહેલા દિવસે બાંગ્લાદેશને ઓલ આઉટ કરી ભારત મજબૂત સ્થિતિમાં

IND VS BAN: પહેલા દિવસે બાંગ્લાદેશને ઓલ આઉટ કરી ભારત મજબૂત સ્થિતિમાં

 | 10:19 pm IST

પિંક બોલ ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો. ભારતે ઈડન ગાર્ડનનાં ઐતિહાસિક મેદાન પર ઐતિહાસિક ટેસ્ટ મેચ રમતાં પહેલાં બાંગ્લાદેશની ટીમને માત્ર 106 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. અને તે બાદ દિવસ ખતમ થવા સુધી ભારતે 3 વિકેટ ગુમાવીને 174 રન બનાવી લીધા હતા. હવે ટીમ ઈન્ડિયાને 68 રનની લીડ મળી ગઈ છે. સ્ટમ્પ ના સમયે વિરાટ (59*)ની સાથે ઉપ કેપ્ટન અજિંક્ય રહાણે (23*) ક્રિઝ પર રમી રહ્યો હતો.

પહેલા દિવસે રમતના હીરો ઈશાંત શર્મા રહ્યો હતો. તેણે 22 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. તે બાદ ચેતેશ્વર પુજારા (55) અને વિરાટ કોહલીએ પોતાની ફિફ્ટી ફટકારીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. શનિવારે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ પહાડ જેવો સ્કોર કરવાનો રહેશે.

આ પહેલાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલર્સની આગળ બાંગ્લાદેશનાં બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા. મેચના પહેલા દિવસે જ 30 ઓવરમાં જ બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ઈશાંત શર્માની પાંચ વિકેટ, ઉમેશ યાદવની 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમને તેની ઓપનિંગ જોડી પાસેથી જોઈએ તેવી શરૂઆત ન મળી પણ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની સુઝબુઝને કારણે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. આ વચ્ચે પુજારાએ પોતાના ટેસ્ટ કેરિયરની 24મી ફિફ્ટી પોતાના નામે કરી હતી. પણ તે આ પારીને મજબૂત પારીમાં બદલી ન શકયો અને ઈબાદત હુસૈનના બોલ પર આઉટ થઈ ગયો હતો.

આ વીડિયો પણ જુઓઃ

જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં સરવેની કામગીરી શરૂ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન