Ind Vs Ban: Virat Kohli Becomes 5th Most Successful Captain
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા બની 2019ની સૌથી સફળ ટીમ, વિરાટે નોંધાવી આ સિદ્ધિ

કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા બની 2019ની સૌથી સફળ ટીમ, વિરાટે નોંધાવી આ સિદ્ધિ

 | 4:19 pm IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્દોર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની સામે જીત હાંસલ કરીને એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર કેપ્ટનોની લિસ્ટમાં તે પાંચમા નંબરે આવી ગયો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ દિગ્ગડ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે.

તો બીજી બાજુ ભારતીય ટીમે 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટેસ્ટ જીત વર્ષની છઠ્ઠી જીત છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે કુલ સાત ટેસ્ટ મેચ રમી છે. જેમાં વર્ષની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જે ડ્રો ગઈ હતી. બાકીની છ મેચોમાં ઈન્ડિયાએ જીત મેળવી હતી. આમ 2019માં સૌથી વધારે ટેસ્ટ જીતવાના મામલે ભારત પહેલા નંબરે છે.

પાંચમા સૌથી સફળ કેપ્ટનની વાત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 52 ટેસ્ટ મેચોમાં 32 જીત મેળવીને આ નંબર પ્રાપ્ત કર્યો છે. એલન બોર્ડરે પોતાની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને 93 ટેસ્ટ મેચોમાં 32 જીત અપાવી હતી.

દુનિયાનાં સૌથી સફળ કેપ્ટન

1. ગ્રીમ સ્મિથઃ કુલ ટેસ્ટ મેચ 109, ટેસ્ટમાં જીત- 53
2. રિકી પોન્ટિંગઃ કુલ ટેસ્ટ મેચ 77, ટેસ્ટમાં જીત- 48
3. સ્ટીવ વોઃ કુલ ટેસ્ટ મેચ 57, ટેસ્ટમાં જીત- 41
4. ક્લાઈવ લોયડઃ કુલ ટેસ્ટ મેચ 74, ટેસ્ટમાં જીત- 36
5. વિરાટ કોહલીઃ કુલ ટેસ્ટ મેચ 52, ટેસ્ટમાં જીત- 32
6. એલન બોર્ડરઃ કુલ ટેસ્ટ મેચ 93, ટેસ્ટમાં જીત- 32

આ વીડિયો પણ જુઓઃ

નિત્યાનંદ આશ્રમનો શું હતું તેનો મોટો ખુલાસો સંદેશ ન્યૂઝ પાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન