IND vs ENG, 5th Test: ભારતીય બોલરોએ દેખાડ્યો દમ, ઇંગ્લેન્ડનો સ્કોર 198/7 - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG, 5th Test: ભારતીય બોલરોએ દેખાડ્યો દમ, ઇંગ્લેન્ડનો સ્કોર 198/7

IND vs ENG, 5th Test: ભારતીય બોલરોએ દેખાડ્યો દમ, ઇંગ્લેન્ડનો સ્કોર 198/7

 | 8:51 am IST

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શુક્રવારથી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો આરંભ થયો હતો. ઈંગ્લેન્ડનો ઓપનર એલેસ્ટર કુક પણ પોતાની અંતિમ ટેસ્ટ રમી રહ્યો છે. પોતાની અંતિમ ટેસ્ટમાં કૂકે મોઈન અલી સાથે ભાગીદારી કરવા દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી.

ઓવલ ટેસ્ના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડનો સ્કોર 90 ઓવરમાં સમાત વિકેટના નુક્સાન પર 198 રન બનાવી લીધા છે. હાલમાં જોસ બટલર 11 રન તો આદિલ રાશિદ ચાર રન બવાનીને રમતમાં છે. જ્યારે ભારત માટે ઇશાંત શર્માએ પ્રથમવાર 3 વિકેટો ઝડપી છે. ત્યાં જ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને બે-બે સફળતા મળી ચૂકી છે.

આ સિરીઝમાં વિરાટ કોહલી એકપણ વખત ટોસ જીતી ચૂક્યો નથી. વિરાટ કોહલીએ બે ફેરફાર સાથે ટીમને મેદાને ઉતારી હતી. હનુમા વિહારીએ અંતિમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ ટીમમાં વાપસી કરી હતી. હનુમા ભારત માટે ટેસ્ટ રમનારો ૨૯૨મો ખેલાડી બની ગયો છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સિરીઝમાં ભારતનો ૩-૧થી પરાજય થયો છે. આ અંતિમ ટેસ્ટ છે જેમાં ભારત વિજય મેળવીને પોતાની લાજ બચાવી શકે છે.

ઓવલમાં બંને ટીમો અત્યાર સુધી ૧૨ ટેસ્ટ રમી ચૂકી છે જેમાં ઈંગ્લેન્ડનો ચાર ટેસ્ટમાં જ્યારે ભારતનો એક જ ટેસ્ટમાં વિજય થયો છે. ૧૯૭૧માં ભારતે ઈંગ્લેન્ડને અહીંયા ચાર વિકેટી પરાજય આપ્યો હતો. ત્યારબાદ આ મેદાન ઉપર ભારતનો વિજય થયો નથી. બંને ટીમો વચ્ચે સાત મુકાબલા ડ્રો ગયા હતા. ઓવલનો તાજેતરનો રેકોર્ડ ચેક કરીએ તો ભારતનો અહીંયા ૨૦૧૪માં ઈનિંગ અને ૨૪૪ રને પરાજય થયો હતો. તે પહેલાં ૨૦૧૧માં ઈનિંગ અને ૮ રને પરાજય થયો હતો.

ઈંગ્લેન્ડના સુકાની જો રૃટે ઓવલ ટેસ્ટ માટે ક્રિસ વોક્સ અને ઓલી પોપને ટીમમાં સ્થાન આપ્યું છે. બીજી તરફ એલેસ્ટર કૂક પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ૨૦૦૬માં કૂકે નાગપુર ખાતે ભારત સામે જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ભારત સામે જ ઓવલમાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચમાં પણ બેરસ્ટોની જગ્યાએ બટલર વિકેટ કિપિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં બેરસ્ટોને ઈજા થઈ હોવાથી ચોથી ટેસ્ટમાં તે કિપિંગ કરી શક્યો નહોતો.