IND vs ENG: ભારતની પ્રથમ બોલિંગ, પંડ્યા-અશ્વિન બહાર, હનુમા-જાડેજા ટીમમાં - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: ભારતની પ્રથમ બોલિંગ, પંડ્યા-અશ્વિન બહાર, હનુમા-જાડેજા ટીમમાં

IND vs ENG: ભારતની પ્રથમ બોલિંગ, પંડ્યા-અશ્વિન બહાર, હનુમા-જાડેજા ટીમમાં

 | 2:49 pm IST

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પાંચમો અને છેલ્લો મુકાબલો લંડનનાં ‘ધ ઓવલ’ મેદાન પર રમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડે વધુ એક વખત ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે અને ભારતને બોલિંગ સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે બદલાવ થયા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સ્થાને હનુમા વિહારી અને ઓફ સ્પિનર આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજાને મોકો આપવામા આવ્યો છે.

દક્ષિણ આફ્રીકા બાદ ઇંગ્લેન્ડમાં વિદેશી જમીન પર સતત બીજી ટેસ્ટ સિરીઝ હારનાર દુનિયાની નંબર વન ટીમ પાસે હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકને વિજયી વિદાય આપવા પર રહેશે.

ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડે 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે જેને કારણે આજથી ઓવલમાં શરૂ થઈ રહેલી સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઔપચારિક મેચ બની ગઈ છે પરંતુ ફરી એક વખત સિરીઝ ગુમાવ્યા બાદ નિરાશ ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવી સકારાત્મક રીતે ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ કરવા ઊતરશે જ્યારે ઇંગ્લેન્ડની નજર પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકને વિજયી વિદાય આપવા પર રહેશે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન ફરી બદલાય તેવી શકત્યતા છે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે પૃથ્વી શોને સામેલ કરાયો છે જેને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં સ્થાન અપાયું નહોતું પરંતુ લોકેશ રાહુલના નબળા દેખાવને કારણે પાંચમી ટેસ્ટ મેચમાં પૃથ્વી શોને ઓપનર તરીકે સ્થાન મળે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ભારત પોતાના નીચેના ક્રમ અને બોલિંગમાં બદલાવ કરે તેવી શક્યતા છે. હાર્દિક પંડયા ફરી એક વખત રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો જેને કારણે ટીમ મેનેજમેન્ટ હનુમા વિહારીને તક આપી શકે છે. જે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત પ્રભાવી સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

બીજી તરફ ઇંગ્લેન્ડ માટે આ ટેસ્ટ ભાવનાત્મકરીતે વધુ મહત્ત્વની છે. તેના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પૈકી એક એલેસ્ટર કૂક અંતિમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે અને આ સાથે જ શ્રીલંકા પ્રવાસ માટે ટીમની ઓપનિંગ જોડીની શોધ શરૂ થઈ જશે. કૂકે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પસંદગીકારોએ પાંચમી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ બદલાવ ન કરતાં પસંદગીકારોએ નિષ્ફળ રહેલા બીજા ઓપનર કીટોન જેનિંગ્સ પર ભરોંસો રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.