India Tours of England 1st one day starts form today
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • INDvsENG: આજથી શરૂ થતી વન-ડે શ્રૃખંલામાં આ ફેક્ટર રહેશે નિર્ણાયક

INDvsENG: આજથી શરૂ થતી વન-ડે શ્રૃખંલામાં આ ફેક્ટર રહેશે નિર્ણાયક

 | 1:32 pm IST

ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં T-20 સીરિઝમાં ઈંગ્લેન્ડને 2-1થી પછાડ્યા બાદ ટીમ ઈન્ડિયા વન ડે સીરિઝ જીતવાના ઈરાદે આજથી મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે સાંજે 5 કલાકે વન-ડે સીરિઝની પહેલી મેચ નોટિંધમમાં રમશે. આ સીરિઝમાં જીતવા માટે ટીમ ઈન્ડીયાએ સારી રમત તો રમવી જ પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરાટ એન્ડ કંપનીની જીત ટોસની બાજી પર પણ નિર્ભર રહેશે.

આજની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પણ ટોસ અંગે મહત્વની વાત સામે રાખી છે. રોહિતે મેચ પહેલા કહ્યું કે, જ્યારે તમે આ રીતની પીચ પર રમો છો તો, મોટાભાગની ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ નથી કરતા. કોઈ પણ ટીમ લક્ષ્યનો પીછો કરવાનું વિચારે છે, પરંતુ ટોસ અમારા નિયંત્રણમાં નથી. રોહિતે વધુમાં કહ્યું કે, એક ટીમ તરીકે અમે ઈંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડની ટીમ મજબૂત છે, તે ક્યારેક ભારે પડી શકે છે.

ટોસની બાજીનો મતલબ છે, જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ઘણી અસર ઉભી કરી છે. 3 મેચની ટી-20 સીરિઝમાં જે પણ ટોસ જીત્યું તેણે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી અને તે ટીમને જ જીત મળી. ટીમ ઈન્ડીયાએ પહેલી અને ત્રીજી ટી-20 મેચમાં ટોસ જીત્યો અને સરળતાથી પડકાર પુરો કર્યો. બીજી ટી-20માં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો અને તેને પણ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરવાનો ફાયદો મળ્યો. આજ રીતે વન-ડે સીરિઝમાં પણ આવું જ જોવા મળી શકે છે.

ભારતીય ટીમની નજર આગામી વર્લ્ડ કપ પર હોવાની વાત કરતાં રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે સીરિઝને મહત્વની જણાવી અને કહ્યું કે, વર્લ્ડ કપ એક વર્ષ બાદ છે, જેથી આ સીરિઝની ઘણું શીખવા મળશે કે, અમે કેવું પ્રદર્શન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, એક ટીમ તરીકે કેવી રીતે કામ કરવું પડશે, તે પણ શીખવા મળશે.