IND vs NZ: 3rd T20 ODI match today in Eden Gardens
  • Home
  • Sports
  • Cricket
  • ક્લીનસ્વીપ માટે તૈયાર ટીમ ઇન્ડિયા નવું કોમ્બિનેશન અજમાવી શકે

ક્લીનસ્વીપ માટે તૈયાર ટીમ ઇન્ડિયા નવું કોમ્બિનેશન અજમાવી શકે

 | 7:40 am IST
  • Share

  • બે વર્ષ પછી ઇડન ગાર્ડન્સમાં ઇન્ટરનેશનલ મેચ રમાશે

  •  સાંજે 7 વાગ્યાથી મેચના પ્રારંભ થશે, તમામ ટિકિટો વેચાઈ ગઈ

  • ઋષભ પંતની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે

     


ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે મેચ જીતવા છતાં, કેપ્ટન રોહિત શર્મા તેનું આક્રમક વલણ છોડશે નહીં પરંતુ રવિવારે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં રિઝર્વ ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. 

વિશ્વભરની કેટલીક ખાનગી લીગ દ્વિપક્ષીય T20ની ચમક ગુમાવી રહી છે પરંતુ નબળા વર્લ્ડ કપ પ્રદર્શન પછી શ્રોણી જીતવાથી ભારતના ઘા રૂઝાઈ જશે.  બીજી તરફ્, આ મેચ ન્યૂઝીલેન્ડની ટીમ માટે માત્ર એક ઔપચારિકતા છે, જેણે વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ બે અઠવાડિયામાં પાંચ મેચ રમી છે. આવા રફ્ શિડયૂલ અને કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીને કારણે 3-0થી હારના આરે પહોંચેલી કિવિ ટીમ ઘણી મુશ્કેલીમાં છે. ભારત તેનું આક્રમક વલણ જાળવી રાખશે તેમ મનાઈ

રહ્યું છે.

ભારતીય ટીમે જયપુર અને રાંચીમાં જીત મેળવીને સિરીઝ પર કબ્જો મેળવ્યો છે. ઈડન ગાર્ડન્સ કરતાં ‘ક્લીનસ્વીપ’ કરવા માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. 

પૂર્ણ-સમયના T20 કેપ્ટન તરીકે રોહિતની આ પ્રથમ શ્રોણી છે જેમાં તેણે પહેલા બંને ટોસ જીત્યા છે. તેનાથી પરિસ્થિતિનો ફયદો ઉઠાવવામાં મદદ મળી અને બોલરો અને બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો.  રોહિતે ઈડન ગાર્ડન્સમાં જ ર્ંડ્ઢૈં ક્રિકેટમાં 264 રન બનાવ્યા હતા અને અહીં જ કેપ્ટન તરીકે પ્રથમ શ્રોણી હતી. 3-0થી જીતવું તેમના માટે કેક પર આઈસિંગ હશે.  આવી શાનદાર જીત બાદ કોચ રાહુલ દ્રવિડને તેની નવી ભૂમિકાને અનુરૂપ બનવામાં મદદ મળશે.

આગામી એક સપ્તાહની અંદર ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રોણી શરૂ થવા જઈ રહી છે. 

રોહિત અને દ્રવિડ હવે રિઝર્વ ખેલાડીઓને તક આપીને ચકાસવા માંગશે. ઋતુરાજ ગાયકવાડ, અવેશ ખાન અને ઈશાન કિશનને આશા હશે કે કેપ્ટન તેમને આ મેચમાં તક આપશે

IPL  ઓરેન્જ કેપ ધરાવનાર ગાયકવાડ પ્રથમ ત્રણમાંથી કોઈ પણ સ્થાન પર બેટિંગ કરી શકે છે.આ માટે કેપ્ટન રોહિત અથવા વાઈસ-કેપ્ટન કેએલ રાહુલને બહાર બેસવું પડશે. રાહુલને પડતો મૂકવો એ સચોટ રહેશે કારણ કે તેને ચાર દિવસ પછી ટેસ્ટ શ્રોણી રમવાની છે. તેવી જ રીતે દીપક ચહર અથવા ભુવનેશ્વર કુમારની જગ્યાએ અવેશ ખાનને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. અક્ષર પટેલ અથવા રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમી શકે છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપથી સતત રમી રહેલા ઋષભ પંતની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. 

આ સિરીઝની સૌથી મોટી સિદ્ધિ અશ્વિનનું ફોર્મ હતું, જેણે બંને મેચમાં આર્થિક બોલિંગ કરીને અનુક્રમે ૨3 અને 19 રનમાં બે અને એક વિકેટ લીધી હતી. ચાર વર્ષથી મર્યાદિત ઓવરોની ટીમમાં સામેલ ન હોવા છતાં તે ‘પ્લેયર ઓફ્ ધ સિરીઝ’ એવોર્ડ માટે દાવેદાર બન્યો છે. 

ન્યૂઝીલેન્ડ માટે સમસ્યા 15મી અને 20મી ઓવરની વચ્ચે છે જેમાં તેના બેટ્સમેનો ઝડપથી રન બનાવી શકતા નથી. 

ઈડન ગાર્ડન્સ બેટ્સમેનોનું આશ્રાયસ્થાન રહ્યું છે અને નવેમ્બરના અંતમાં બેટિંગ કરનાર ટીમને ઝાકળને કારણે સરળ લાગશે.  રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, રુતુરાજ ગાયકવાડ, શ્રોયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ. 

ટિમ સાઉથી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, લોકી ર્ફ્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફ્િલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સેર્ફ્ટ, ઈશ સોઢી

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો