IND vs NZ test match spider camera stuck during match
  • Home
  • Sports
  • Cricket
  • મુંબઈ ટેસ્ટમાં આકાશમાંથી ટપકી આફત, રોકવી પડી મેચ

મુંબઈ ટેસ્ટમાં આકાશમાંથી ટપકી આફત, રોકવી પડી મેચ

 | 6:30 pm IST
  • Share

  • IND vs NZ: વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે

  • ટેસ્ટ મેચના ત્રીજા સેશનને વચ્ચેથી અટકાવવું પડ્યું

  • સમય કરતા વહેલા ટી ટાઈમ જાહેર કરવો પડ્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બીજા સેશનમાં ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી. તેણે એક વિકેટ ગુમાવીને તેના સ્કોરબોર્ડ પર 13 રન બનાવ્યા હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું કે મેચ રોકવી પડી અને પછી સમય કરતા પહેલા જ ટી બ્રેક લેવો પડ્યો. વાત એમ છે કે મેચ ચાલુ હતી અને કીવી ટીમની ઇનિંગની ચોથી ઓવર પૂરી થઈ ગઈ હતી. ત્યારે જ સ્પાઈડર કેમેરાના કારણે મેચ અટકાવી દેવામાં આવી.

સ્પાઈડર કેમેરા મેદાનમાં ચારે તરફ ફરીને મેચ શૂટ કરે છે. શૂટિંગ દરમિયાન કેમેરા અચાનક અટકી ગયો. કેમેરા ઘણો નીચે હતો અને અટકી ગયો. કેમેરા પાછો જતો ન હતો. એટલા માટે મેચમાં પરેશાની આવી. આ કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી અને બીજા સેશનના ખતમ થવાની જાહેરાત કરીને ટી ટાઈમની જાહેરાત કરી. એ પછી કેમેરાની સમસ્યાને ઉકેલી લેવામાં આવી અને પછી ત્રીજું સેશન શરૂ થયું.

ભારતનો ભારે દબદબો

આ મેચમાં અત્યાર સુધી ભારતનો દબદબો રહ્યો છે. ભારતે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. એજાઝ પટેલે આ ઇનિંગમાં ભારતના તમામ 10 બેટ્સમેનોને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ કિવી ટીમના બેટ્સમેનો કંઈ જ કમાલ કરી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતમાં ટેસ્ટમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ પછી ભારતે ફોલોઓન ન આપ્યું અને પોતે બેટિંગ કરવા આવી.

ભારતે બીજા દિવસના અંતે કોઈપણ નુકશાન વિના 69 રન કર્યા હતા. આ પછી ભારતે ત્રીજા દિવસે પોતાનો દાવ આગળ વધાર્યો હતો. ભારતે ઝડપથી રન બનાવવાની રણનીતિ અપનાવી હતી. વિરાટ કોહલીએ સાત વિકેટ ગુમાવીને 276 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

ભારત તરફથી મયંક અગ્રવાલે 62 રનની ઇનિંગ રમી હતી. તેણે 108 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે 47-47 રન બનાવ્યા. કેપ્ટન વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ 41 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો