INDvsNZ: વિરાટ કોહલીની વાપસી પર ટેસ્ટ ટીમમાંથી કોણ OUT થશે? - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • INDvsNZ: વિરાટ કોહલીની વાપસી પર ટેસ્ટ ટીમમાંથી કોણ OUT થશે?

INDvsNZ: વિરાટ કોહલીની વાપસી પર ટેસ્ટ ટીમમાંથી કોણ OUT થશે?

 | 10:07 pm IST
  • Share

  • ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં કોહલીની થશે વાપસી
  • વિરાટ કોહલી મુંબઇ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સામેલ થશે
  • ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડનું નિવેદન


ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ટી-20 વર્લ્ડકપ બાદથી જ આરામ આપવામાં આવ્યો છે અને તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝ અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો નથી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિરીઝની બીજી ટેસ્ટ મેચથી તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરશે. તેની વાપસી પર ક્યો ખેલાડી ટીમથી બહાર થશે, આ વિશે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડને સવાલ પૂછવામાં આવ્યો.

પૂર્વ ઓપનર વિક્રમ રાઠોડ રવિવારે એક નિશ્વિત જવાબ આપી શક્યા નહીં કે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીની વાપસી બાદ ક્યો ખેલાડી પ્લેઇંગ ઇલેવનથી બહાર થશે. વિક્રમ રાઠોડે કહ્યું,‘કેપ્ટન વાપસી કરી રહ્યા છે, આ આગામી મેચ (મુંબઇ ટેસ્ટ)માં થશે. જ્યારે અમે મુંબઇ પહોંચીશુ તો આ અંગે નિર્ણય કરીશું. હાલમાં અમારૂ ધ્યાન મેચ પર છે જેમા એક દિવસ બાકી છે અને મેચ જીતવી જરૂરી છે. જ્યારે મુંબઇ પહોંચીશુ ત્યારે આ અંગે વાત કરીશું.’

રાઠોડ સંપૂર્ણ રીતે સમજે છે કે, ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે એવા ભારતીય ખેલાડી છે જે પોતાના ટેસ્ટ કરિયરના અંતિમ તબક્કામાં છે. શ્રેયસ ઐય્યર દ્વારા ટેસ્ટ ડેબ્યૂમાં જ 105 અને 65 રન બનાવ્યા બાદ મુંબઇના આ ખેલાડીને ટીમની બહાર રાખી શકાય નહીં. જેથી જાહેર છે કે રાઠોડને 3 ડિસેમ્બરથી શરૂ થનાર મુંબઇ ટેસ્ટ પહેલા પુજારા અને રહાણેના પ્રદર્શન પર સવાલોનો સામનો કરવો પડ્યો.

તેમણે કહ્યું,‘નિશ્ચિત રૂપે જો તમે ટૉપ ઓર્ડરથી યોગદાન ઈચ્છો છો પરંતુ તમે જે ક્રિકેટરો (પુજારા અને રહાણે)નો ઉલ્લેખ કર્યો, તે 80 (રહાણેના 79) અને 90 ટેસ્ટ (પુજારાની 91 ટેસ્ટ) રમી ચૂક્યા છે.’ રાઠોડે કેરટેકર કેપ્ટન રહાણે (19.57)ના 20ના નીચા અને વાઇસ-કેપ્ટન પુજારાની 2021ની 30.42ની ટેસ્ટ એવરેજનો બચાવ કરતા કહ્યું,‘ચોક્કસપણે તેણે આટલી બધી મેચ રમીને અમારા માટે સારું કર્યું હશે.’

રાઠોડે કહ્યું,‘અમે સમજીએ છીએ કે બંને હાલ ખરાબ સમય (ફોર્મ)થી પસાર થઇ રહ્યા છે પરંતુ અમે સમજીએ છીએ કે તેઓ અમારા માટે મહત્ત્વની ઇનિંગો રમી ચૂક્યા છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ વાપસી કરશે અને ફરીથી આપણા માટે મહત્ત્વની ઇનિંગો રમશે.’ એક ખેલાડીને ફોર્મમાં પરત ફરવા માટે કેટલી ટેસ્ટ આપવામાં આવે છે 15 અથવા 20? તો તેમણે કહ્યું કે, સંખ્યા નક્કી કરી શકાય નહીં. તેમણે કહ્યું,‘મને નથી લાગતું કે આ માટે તમે સંખ્યા નક્કી કરી શકો છો. એ નિર્ભર કરે છે કે કઇ સ્થિતિમાં છે અને ટીમને શું કરવાની જરૂર છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો