independence day 2020 bhikaiji cama who hoisted india first tricolor national flag abroad 40 years
  • Home
  • Featured
  • Photos – એ મહિલા, જેમણે આઝાદીના 40 વર્ષ પહેલા વિદેશમાં લહેરાવ્યો હતો ભારતનો ધ્વજ

Photos – એ મહિલા, જેમણે આઝાદીના 40 વર્ષ પહેલા વિદેશમાં લહેરાવ્યો હતો ભારતનો ધ્વજ

 | 2:57 pm IST

15 ઓગસ્ટ 1947એ આપણો દેશ ભારતને આઝાદી મળી હતી, આ દિવસ ભારતવાસીઓ માટે મહત્વપૂર્ણ છે. આ વર્ષે આપણો દેશ 74મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસે ભારતના વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી ભારતીય મહિલા અંગે જણાવીશું. જેમણે આઝાદીથી પહેલા વિદેશમાં ભારતનો ધ્વજ લહેરાવી અંગ્રેજોને કડક પડકાર આપ્યો હતો. આ ધ્વજ 22 ઓગસ્ટ 1907એ જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં સાતમી આંતરરાષ્ટ્રીય સોશિલિસ્ટ કોંગ્રેસમાં લહેરાવ્યો હતો. જોકે, તે સમયે ત્રિરંગો એવો નથી જે આજે છે.

ખરેખરસ આ જે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેમનું નામ ભીકાજી કામા છે. તે ભારતીય મૂળના પારસી નાગરિક હતા. જેમણે લંડનથી લઇને જર્મની અને અમેરિકા સુધીનું ભ્રમણ કરી ભારતની સ્વતંત્રતાના પક્ષમાં માહોલ બનાવ્યો હતો ભીકાજી દ્રારા પેરિસથી પ્રકાશિત થનારા વન્દેમાતરમ પત્ર પ્રવાસી ભારતીયોમાં વધારે લોકપ્રિય થયું હતું.

ભીકાજી કામાએ જે ધ્વજ લહેરાવ્યો હતો તેમા દેશના વિભિન્ન ધર્મોની ભાવનાઓ અને સંસ્કૃતિને સમેટવાની એકીકૃત કરવામાં આવી હતી. આ ધ્વજમાં ઇસ્લામ, હિન્દુત્વ અને બૌદ્ધ મતને પ્રદર્શિત કરવા માટે લીલો, પીળો અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમા વચ્ચે દેવનાગરી લિપિમાં વંદેમાતરમ લખ્યું હતું.

ભીકાજી કામાએ આંતરરાષ્ટ્રીય સોશિલિસ્ટમાં કોંગ્રેસમાં તેમના ભાષણમાં કહ્યું હતું, ભારતમાં બ્રિટિશ શાસન જારી રહેવું માનવતાના નામ પર કલંક છે. એક મહાન દેશ ભારતના હિતને ભારે નુકસાન થઇ રહ્યું છે. તેમણે સભામાં હાજર લોકોથી ભારતને બંધનથી મુક્તિ અપાવવામાં સહયોગની અપીલ કરી હતી અને ભારતવાસીઓને આહવાન કરતા કહ્યું હતું કે આગળ વધો આપણે હિન્દુસ્તાની છે અને હિન્દુસ્તાન હિન્દુસ્તાનીનું છે.

ભીકાજી કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861એ મુંબઇમાં થયો હતો. તેમની અંદર લોકોની મદદ અને સેવા કરવાની ભાવના ભરેલી હતી,. વર્ષ 1896માં મુંબઇમાં પ્લેગ ફેલાયા બાદ ભીકાજી એ તેમના દર્દઓની સેવા કરી હતી. જોકે, બાદમાં તે પોતે પણ આ બીમારીની ચપેટમાં આવી ગઇ હતી. પરંતુ ઇલાજ બાદ તે સારા થઇ ગયા હતા. 74 વર્ષની ઉંમરમાં 13 ઓગસ્ટ 1936એ એટલે કે આઝાદીના ઘણા વર્ષ પહેલા જ તેમનું નિધન થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન