Independence Day : High Alert in Delhi, CCTV keeping eyes o everywhere
  • Home
  • Featured
  • જાણો કેવી રહેશે સ્વતંત્રતા દિવસ પર PM મોદીના ભાષણ દરમિયાન રાજધાનીની સુરક્ષા

જાણો કેવી રહેશે સ્વતંત્રતા દિવસ પર PM મોદીના ભાષણ દરમિયાન રાજધાનીની સુરક્ષા

 | 9:37 pm IST

સ્વતંત્રતા દિવસની અંતિમ તૈયારીઓ થઈ ચુકી છે. જમીનથી લઈને આકાશ સુધી અભેધ્ય સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે લાલકિલ્લા, ભીડભાડ વાળી બજારો, હોટલ, મૉલ, ઈંડિયા ગેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી છે. હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હીના મોટા બજારોમાંથી એક એવા કરોલબાગ માર્કેટમાં પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સેંટ્રલ ડિસ્ટ્રિક્ટની એડિશનલ ડીસીપી ઉર્વિજા ગોયલે જણાવ્યું હતું કે, આ માર્કેટમાં દરેક ઠેકાણે મેટલ ડિટેક્ટર ગેટ લગાવવામાં આવ્યાં છે. આવતા જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. આ વિસ્તારમાં 12,000 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. માર્કેટ એસોસિએશન સાથે સતત મીટિંગો ચલાવવામાં આવી રહી છ્હે અને વિસ્તારમાં એસીપી અને એસએચઓ જાતે જ પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

કરોલબાગની ગફ્ફાર માર્કેટમાં 2008માં બ્લાસ્ટ થયો હ અતો, જેને કારને આ વિસ્તારને અતિ સંવિદનશીલ જાહેર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વિદેશીઓની પહેલી પસંદ પહાડગંજ્જ વિસ્તારમાં પણ આવી જ સુરક્ષા આ પ્રકારે જ સુરક્ષા કરવામાં આવી રહી છે. તમામ ઠેકાણે આતંકવાદીઓને શોધી કાઢવા માટે તેમના પોસ્ટર લાવવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પસ્ટરમાં લગાવવામાં આવેલા ચહેરમાંથી કોઈ પણ નજેરે પડે તો તુરંત પોલીસને સૂચના આપવામાં આવે.

15મી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પરથી દેશને સંબોધશે. આ સમય દરમિયાન કોઈ અઘટિત ઘટના ના ઘટે તે હેતુથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જમીન થી લઈને આકાશ સુધી મંજુરી વગર ચકલુ પણ નહીં ફરકી શકે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સેંટ્રલ દિલ્હીથી નવી દિલ્હી વચ્ચે વડાપ્રધાનના રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરેક ચાર સસ્તે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

લાલ કિલ્લાની આસપાસની ઉંચી ઈમારતો પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યાં છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં રહેનારા ભાડુઆતોની પણ પોલીસ દ્વારા ખરાઈ કરી લેવામાં આવી છે. આ વિસ્તારમાં વડાપ્રધાનના ભાષણ સુધી પતંક ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જો આસપાસ કોઈ ઉંચી પતંગ ઉડતી નજરે પડશે તો એક કાઈટ કૈચર ઉપકરણની મદદથી તેને નીચે ઉતારવામાં આવશે. ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડૉગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમ સતત આખા રૂટને તપાસી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અઘટીત ઘટનાની અને આતંકવાદીઓનો સામનો કરવા માટે એનએસજી કમાંડૉને પણ તૈયાર કરવામાં આવ્યાં છે.