Gujarat: Independent candidate Vipul Patel became the president of Unjha taluka panchayat
  • Home
  • Gujarat
  • ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર

ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર

 | 4:35 pm IST

ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ઊંઝા તાલુકા પંચાયત પર ભાજપ કબજો કરી શકે છે. ઉંઝામાં તાલુકા પંચાયત કોંગ્રેસની હોવા છતા અપક્ષ ઉમેદવાર પ્રમુખ બની ગયા છે. ઉંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવાર વિપુલ પટેલ પ્રમુખ બની ગયા છે. કોંગ્રેસના 7 સભ્યોની મદદથી અપક્ષે તાલુકા પંચાયતમાં બોડી બનાવી લીધી છે.

પ્રમુખ બન્યા વિપુલ પટેલે આશા પટેલ સાથે મુલાકાત કરી છે. આથી એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાઈ શકે છે. આ દરમિયાન નારાયણ પટેલની સૂચક ગેરહાજરી જોતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. તમને જણઆવી દઇએ કે, આશાબેનના BJPમાં પ્રવેશથી નારાયણ પટેલ નારાજ છે.

નારાયણ પટેલ

તાજેતરમાં જ નારણ પટેલની 14 જેટલી મંડળીઓને વિવિધ કારણોથી રદ કરી દીધી હતી. જેને કારણે નારણ પટેલના વિશ્વાસુ મતદારો કપાઈ ગયા છે. હવે સ્થિતિ એવી છે કે, ઊંઝા એપીએમસી માર્કેટ પર નારણ પટેલનું વર્ચસ્વ ટકાવી રાખવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું છે.

પૂર્વ MLA આશાબેન પટેલ

ઉલ્લેખનિય છે કે, આ પહેલા ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે ઉંઝા નગરપાલિકાના 15થી વધુ કોર્પોરેટર પણ કેસરિયો ધારણ કર્યો હતો. આશાબેન પટેલની સાથે તાલુકા પંચાયતના 10 સદસ્યો સહિત 1100 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Follow, Like અને Share કરો સંદેશના FB, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પેજને અને રહો અપડેટ સતત

Facebook       : https://www.facebook.com/sandeshnewspaper

Twitter       https://twitter.com/sandeshnews

Instagram https://www.instagram.com/sandeshnewstv

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન