પત્નીએ ખોલી ઈન્દર કુમારના સ્યુસાઈડ વીડિયોની પોલ - Sandesh
NIFTY 10,976.10 -42.80  |  SENSEX 36,465.99 +-75.64  |  USD 68.6650 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • પત્નીએ ખોલી ઈન્દર કુમારના સ્યુસાઈડ વીડિયોની પોલ

પત્નીએ ખોલી ઈન્દર કુમારના સ્યુસાઈડ વીડિયોની પોલ

 | 3:09 pm IST

સલમાન ખાનની સાથે વોન્ટેડ અને અનેક ફિલ્મોમાં સાથે કામ કરનાર એક્ટર ઈન્દર કુમારનું ગયા વર્ષે હાર્ટ એટેકથી મોત થયું હતું. લાંબા સમયથી બીમાર એવા ઈન્દર કુમારનો એક વીડિયો તેજીથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો. જેને સ્યૂસાઈડના થોડા સમય પહેલાનો હોવાનું કહેવાય છે. જ્યાં આ વીડિયોને લઈને લોકોના દિમાગમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે, ત્યાં ઈન્દર કુમારની પત્નીએ આ વાઈરલ વીડિયો પાછળનુ સત્ય જણાવ્યું છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરિમયાન ઈન્દર કુમારની પત્ની પલ્લવીએ કહ્યું કે, આ વીડિયો અસલી નથી. પંરતુ આ વીડિયો ઈન્દરની ફિલ્મ ફટી પડી હૈ યારનો એક સીન છે. જેના માટે ઈન્દરે અંદાજે દોઢ વર્ષ પહેલા શુટિંગ કર્યં હતું. તે બહુ જ દુખની વાત છે કે, લોકો આ ફિલ્ની સીનની ઈન્દરની અસલ જિંદગી સમજી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં ઈન્દર કુમાર પોતાની અસફળતા, અંગત જિંદગી અને તકલીફો પર બોલતા અને રડતા દેખાઈ રહ્યા હતા. તેઓ એમ પણ કહી રહ્યા હતા કે કેવી રીતે પોતાની અય્યાશીને કારણે તેમણે પોતાની કરિયર બરબાદ કરી દીધી. વીડિયોમાં તે પોતાના પેરેન્ટ્સથી માફી માંગતા નજર આવી રહ્યાં છે.

આ વીડિયોને ભલે પલ્લવી ફિલ્મનો સીન બતાવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો એ માનવા તૈયાર નથી. વીડિયોને જોઈને લોકો એમ જ કહી રહ્યા છે કે, ઈન્દરે મોત પહેલા જ આ વીડિયો રેકોર્ડ કર્યો છે, અને તેમાં તેનું દર્દ સ્પષ્ટ નજરે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 2014માં ઈન્દર કુમાર પર રેપનો આરોપ લાગ્યો હતો. જેને કારણે તેને 45 દિવસો સુધી જેલમાં રહેવ પડ્યું હતું. આ દરમિયાન તે ડિપ્રેશનનો શિકાર થયો હતો. દારૂની લતને કારણે તેઓ બરબાદ થઈ ગયા હતા. ઈન્દર કુમારે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1996માં ફિલ્મ માસુમથી કરી હતી. ઈન્દર કુમારને સલમાન ખાનનો મિત્ર માનવામાં આવે છે. બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.