દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજયઃ વન ડે રેન્કિંગમાં ભારત સામે બધા પાછળ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજયઃ વન ડે રેન્કિંગમાં ભારત સામે બધા પાછળ

દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજયઃ વન ડે રેન્કિંગમાં ભારત સામે બધા પાછળ

 | 2:13 pm IST

દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતનાર ભારતે માત્ર ઈતિહાસ જ લખ્યો નથી, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના વન ડે રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમે છેલ્લાં છ મહિનામાં ત્રીજીવાર વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

દક્ષિણ આફ્રિકા સામેની છ વન ડે શ્રેણીમાં ચાર મેચ જીતી ભારતે શ્રેણીવિજય મેળવ્યો છે. ભારતે આ શ્રેણી 4-1થી જીતી છે. પોર્ટ એલિઝાબેથમાં મંગળવારે રમાયેલી પાંચમી વન ડેમાં ભારતનો 73 રને વિજય થયો હતો.

ટીમ ઈન્ડિયાએ 122 પોઈન્ટ સાથે વન ડેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકા 118 પોઈન્ટ સાથે બીજા અને ઈગ્લેન્ડ 116 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.