NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હંગર ઇન્ડેક્સમાં 119 દેશોમાંથી ભારત 100મા સ્થાને, પડોશી દેશો કરતા પણ પાછળ

હંગર ઇન્ડેક્સમાં 119 દેશોમાંથી ભારત 100મા સ્થાને, પડોશી દેશો કરતા પણ પાછળ

 | 10:06 am IST

ભારતમાં ભૂખ એક ગંભીર સમસ્યા છે. 119 દેશોના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત ત્રણ સ્ટેપ નીચે ખસીને 100માં સ્થાન ઉપર પહોંચી ગયો છે. ગત વર્ષે ભારત આ ઇન્ડેક્સમાં 97માં સ્થાન ઉપર હતો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ 2017 પ્રમાણે ભારત ઉત્તર કોરિયા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોથી પાછળ છે. જોકે પાકિસ્તાન આગળ છે.

ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (IFPRI)એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે બાળકોમાં કુપોષણનું સ્તરથી દેશમાં ભૂખનું સ્તર ગંભીર છે જેને સામાજિક ક્ષેત્રને આ પ્રતિ મજબૂત પ્રતિબદ્ધતા દેખાડવાની જરૂર છે. ગત વર્ષે ભારત આ ઇન્ડેક્સમાં 97માં સ્થાને હતો. IFPRIના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 119 દેશોમાં ભારત 100માં સ્થાન ઉપર છે. આખા એશિયામાં માત્ર અફગાનિસ્તાન અને પાકિસ્તાન ભારતથી પાછળ છે.

31.4 સ્કોર સાથે ભારત આ વર્ષે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ઉંચાઇ તરફ અને ગંભીર શ્રેણીમાં છે. જે મુખ્ય કારણ છે જેના કારણે દક્ષિણ એશિયા આ વર્ષે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારો વિસ્તારમાંથી એક છે.

રિપોર્ટ પ્રમાણે ચીનનું રેકિંગ 29, નેપાળ 72, મ્યાનમાર 77, શ્રીલંકા 84 અને બાંગ્લાદેશ 88 સ્થાન ઉપર છે. એટલે કે ભારત પાડોશી દેશો કરતા પણ પાછળ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્રમશઃ 106 અને 107માં સ્થાન ઉપર છે.