India achieves the landmark one billion COVID19 vaccinations mark
  • Home
  • Corona
  • કોરોનાની જંગ સામે ભારતે ઇતિહાસ રચ્યો, 100 કરોડ ડોઝનો આંકડો પાર

કોરોનાની જંગ સામે ભારતે ઇતિહાસ રચ્યો, 100 કરોડ ડોઝનો આંકડો પાર

 | 10:26 am IST
  • Share

  • ભારતે રસીકરણમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો

  • પીએમ મોદી એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતને અભિનંદન પાઠવ્યા

કોરોના વેક્સીનેશનના મામલામાં ભારતે ઇતિહાસ રચી દીધો છે. ભારતે રસીકરણમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. આ અવસર પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતને અભિનંદન પાઠવ્યા

ભારતે આજે ઐતિહાસિક મૂકામ પ્રાપ્ત કરી લીધો છે. આ ખાસ અવસર પર પીએમ મોદી એક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ચૂકયા છે.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલે 100 કરોડ કોરોના રસી લગાવા પર કહ્યું કે ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન. ભારતમાં રસીકરણ શરૂ થયા બાદ માત્ર 9 મહિનામાં આ એક ઉપલબ્ધિ. કોઇપણ રાષ્ટ્ર માટે 1
બિલિયન ડોઝના નિશાન સુધી પહોંચવું ઉલ્લેખનીય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો