પાકિસ્તાન માટે ભારતે દેખાડ્યું મોટું દિલ, PM ખાનના વિમાનને આપી એરસ્પેસ યુઝ કરવાની મંજુરી

ભારતે (India) પાકિસ્તાનના પ્રધાનમંત્રી (Pakistan PM) ઈમરાન ખાન (Imran Khan)ના વિમાનને પોતાની એરસ્પેસ (Indian Air Space) ઉપયોગ કરવા દેવાની મંજ્રી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે મંગળવારે શ્રીલંકા (Sri Lanka) રવાના થઈ રહેલા ઈમરાન ખાન હવે સીધા જ શ્રીલંકા પહોંચી શકશે. જો ભારત પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજુરી ના આપત તો ઈમરાન ખાનના વિમાને (Imran Khan Aircraft) ઘણુ લાંબુ અંતર કાપીને શ્રીલંકા પહોંચવુ પડત. શ્રીલંકાએ ઈમરાન ખાનનું સંસદીય ભાષણનો પ્રસ્તાવ ફગવી દીધો છે. પાકિસ્તાનના મીડિયા (Pakistan Media) માં આ બાબતને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને આરોપ લગાવાયો હતો કે, ભારતના દબાણમાં આવીને શ્રીલંકાએ આ પગલુ ભર્યું છે.
બે વર્ષ પહેલા પાકિસ્તાને કરી હતી અવળચંડાઈ
2019માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના વિમાન માટે પોતાની એરસ્પેસ ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા (America) અને સાઉદી અરબ (Saudi Arab) ની મુલાકાતે જવાનું હતું. પાકિસ્તાને કાશ્મીરમાં કથિત માનવાધિકાર (Human Rights) ના ઉલ્લંઘનને આમ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. સામાન્યરીતે વીવીઆઈપી એરક્રાફ્ટ (VVIP Aircraft)ને મંજુરી આપવામાં આવે છે. ભારતે આ બાબતની ફરિયાદ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનમાં કરી હતી. બે વર્ષ બાદ ભારત ઈચ્છત તો તે પણ ઈમરાન ખાનના વિમાનને એરસ્પેસમાં પ્રવેશવાની મંજુરી આપવાનો ઈનકાર કરી શકત પરંતુ ભારતે આમ કર્યુ નહોતુ.
India permits Imran Khan's aircraft to use its airspace for travel to Sri Lanka
Read @ANI Story | https://t.co/tY099czifU pic.twitter.com/7w0YHlhEi9
— ANI Digital (@ani_digital) February 23, 2021
ઈમરાન ખાન કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ એક ઈન્વેસ્ટમેન્ટ સમીટમાં પણ ભાગ લેશે. 24મી ફેબ્રુઆરીએ ઈમરાન ખાન શ્રીલંકાની સંસદને સંબોધિત કરવા માંગતા હતાં. જોકે બાદમાં શ્રીલંકાના માધ્યમોમાં એવા અહેવાલ આવ્યા હતાં કે તેને રદ્દ કરી દેવામાં આવી હતી.
ભારતને નારાજ ના કરવા શ્રીલંકાએ લીધો નિર્ણય?
શ્રીલંકાના ડેઈલી એક્સપ્રેસે વિદેશ સચિવ જયનાથ કોલમબેઝના હવાલાથી કહ્યું હતું કે, સ્પીકર મહિંદા યાપા અબેવર્દેનાએ કોરોનાને ધ્યાનમાં રાખીને સંબોધન રદ્દ કરવાનો અનુરોધ કર્યો હતો. આ જ સમાચાર પત્રએ અજાણ્યા સૂત્રોનો હવાલો આપતા કહ્યું હતું કે, શ્રીલંકાની સરકારમાં એવા તત્વો હતો જે ઈચ્છતા હતાં કે ઈમરાન ખાનનું ભાષણ ના યોજાય કારણ કે તેમને ડર હતો કે, આમ કરવાથી ભારત સાથેના સંબંધો વણસી શકે છે. કોલંબો બંડરમાં ઈસ્ટ કંટેનર ટર્મિનલ પર એક સોદો રદ્દ થવાના કારણે પહેલાથી જ સંબંધોમાં કડવાશ વ્યાપી છે. એવી પણ અટકળો હતી કે ઈમરાન ખાન પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે, જેનાથી ભારત નારાજ થઈ શકે છે. પાકિસ્તાની મીડિયાએ પણ આ જ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.
કેમ ચિંતામાં ઘેરાઈ હતી શ્રીલંકાની સરકાર?
એક અંદાજ એવો પણ લગાવવામાં આવી રહ્યો હતો કે, શ્રીલંકાની સરકાર એ વાતને લઈને ભારે ચિંતિત હતી કે, ખાસ મુસલમાનોના અધિકારો બાબતે બોલી શકે છે બૌદ્ધ બહુમતિ, મુસ્લીમ વિરોધી ભાવનાઓ અને વધતી જતી સરકારી કાર્યવાહીઓના હાથે દુર્વ્યવહારોનો સામનો કર્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાની સરકારે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા મુસલમાનો માટે અગ્નિસંસ્કાર કરવા અનિવાર્ય બનાવ્યા હતાં. જોકે સરકારે આ મહિનાની શરૂઆતમાં જ મુસલમાનોને અગ્નિસંસ્કાર કરવામાંથી મુક્ત કર્યા હતાં. આ મુદ્દે વૈશ્વિક સ્તરે ભારે વિરોધ થતા મુસલમાનોને મૃતકોને દફનાવવાની મંજુરી આપી દીધી હતી. ઈમરાન ખાને શ્રીલંકાની સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન