India And America Need To Stop China : Suggests Think Tank
  • Home
  • Corona live
  • “ચીનને રોકવા ભારત-USએ મળીને બનાવવો જોઈએ નક્કર પ્લાન, PAK બનશે માથાનો દુ:ખાવો”

“ચીનને રોકવા ભારત-USએ મળીને બનાવવો જોઈએ નક્કર પ્લાન, PAK બનશે માથાનો દુ:ખાવો”

 | 11:05 pm IST

કોરોના વાયરસની મહામારીના કારણે પાકિસ્તાન અને શ્રીલંકાની ડગુમગુ થઈ રહેલી આર્થિક સ્થિતિનો લાભ ઉઠાવી આ દેશો સાથે સંબંધો મજબુત કરી હિંદ મહાસાગરમાં પોતાની સ્થિતિ મજબુત કરવાના પ્રયાસ કરી રહેલા ચીનને રોકવા માટે અમેરિકા અને ભારતે સાથે મળીને કોઈ યોજના બનાવવી જોઈએ. હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરીથી ભારત પણ ચિંતિત છે તેમ અમેરિકાની થિંક ટેંકે કહ્યું છે.

કોરોનાથી જીવન અને આજીવિકાનો ખતરો

ભારત મુખ્યરીતે ચીનની વધી રહેલી આક્રમકતાને રોકવાના ઉદેશ્યથી શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયતનામ, મ્યાનમાર અને સિંગાપોર સહિત ઘણા દેશો સાથે સમુદ્રી સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. થિંક ટેંક હડસન ઇન્સ્ટીટ્યૂટ મુજબ કોરોના વાયરસ મહામારીથી દક્ષિણ એશિયામાં ન માત્ર જીવન અને આજીવિકાનો ખતરો ઉત્પન્ન થઇ રહ્યો છે પરંતુ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ડિપ્લોમેટીક અને સામરીક સ્થિતિ પણ બદલાઇ શકે છે.

ભારતની અર્થવ્યવસ્થા ઝીંક ખીલી લેશે

મૂળ ભારતીય મોળના સંશોધક અપર્ણા પાંડે અને અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની દ્વારા સંયુક્ત રીકે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં થિંક ટેંકે કહ્યું છેકે, ભારત અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાઓ તબાહીથી બચી જશે. પરંતુ આ બંને દેશોની સરકારોએ રોકાણને સાવચેતીપૂર્વક પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિને યથાવત રાખવી પડશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને શ્રીલંકા સંભવત: નકારાત્મક વૃદ્ધિની દિશામાં જશે અને તેમણે આંતરરાષ્ટ્રીય કરદાતાઓ તરફથી રાહતની જરૂર પડશે. રાહત વગર શ્રીલંકા સામે મોટા આર્થિક ડિફોલ્ટ થવાની શક્યતા છે. બંને દેશો સામે આવી પડનારી આર્થિક મુશ્કેલીના કારણે તેઓ ચીન ભણી ઢળે તેવી શક્યતા છે. આ ઘટનાક્રમ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યો છે.

ચીનને અટકાવવા પ્રયાસ કરવામાં આવે

કોલકાતાથી લઈ કાબુલ સુધી સંકટ: દક્ષિણ એશિયામાં COVID-19નો પ્રભાવ’ નામના રિપોર્ટ અનુંસાર ચીન દક્ષિણ એશિયાની નીતિ પ્રમાણે જ દબાયેલી સરકારો પર પોતાના ભાલ માટે આદાન-પ્રદાન અંતર્ગત દબાવ બનાવી શકે છે. હડસન ઈન્સ્ટિટ્યૂટનો આ સપ્તાહે જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્ર ભારતની સુરક્ષા અને અમેરિકાના પ્રભાવની કિંમતે હશે. પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સંબંધ ઘનિષ્ઠ બનાવી હિંદ મહાસાગરમાં પોતાની સ્થિતિ મજબુત કરવાનો પ્રયાસ કરી રહેલા ચીનને રોકવા માટે ભારત અને અમેરિકાએ કોઈ નક્કર યોજના બનાવવી જોઈએ.

પાકિસ્તાન અને શ્રીલંકાને કરે છે મદદ

થિંક ટેંકએ જણાવ્યું છે કે ચીન પોતાની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજના માટે પાકિસ્તાન અને શ્રીલંકાને મદદ આપવામાં લાગ્યું છે. તેનો ઇરાદો હિંદ મહાસાગરમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા ઇચ્છી રહ્યું છે. કોરોનાના કારણે ઉભા થયેલા ખતરાને કારણે ક્ષેત્ર સાથે મળીને કામ કરવાની ભારતની પહેલને પાકિસ્તાન મહત્વ નથી આપી રહ્યું અને આ પડકારજનક સમયમાં પણ કાશ્મીરના જ ગાણા ગાઈ રહ્યું છે તેમ પણ અપર્ણા પાંડે અને અમેરિકા ખાતેના પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.  

આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે પાકિસ્તાન

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પોતાની પાસે તેના સૈન્યને ભારત વિરૂદ્ધ મજબુત કરવા માટે સંસાધનોની ઉણપ હોવાનું તથ્ય જાણતું હોવા છતાં તે તેના કરતા અનેકગણા મોટા દેશ ભારત વિરૂદ્ધ પોતાને ઉંચુ દેખાડવાના પ્રયાસના ભાગરૂપે ઉપ-પારંપારિક યુદ્ધ એટલે કે આતંકવાદનો ઉપયોગ વધારી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના અસૈન્ય અને સૈન્ય નેતાઓમાં ભારત વિરોધી ભાવનાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ તેમાં પણ ખાસ કરીને FATFના પ્રતિબંધોની જરૂર પડી શકે છે.

કોરોનાનો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન

અમેરિકાની થિંક ટેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલા પણ પાકિસ્તાને તેની કુદરતી આફતોનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા માટે કર્યો છે. ભારતીય અધિકારી એ વાતને લઈને ચિંતિત છે કે, પાકિસ્તાન ગાંડપણ કરી કોરોના વાયરસનો ઉપયોગ કરી શકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કદાચ ઉપમહાદ્વિપમાં પૂર્ણ યુદ્ધ થવાની શક્યતા નથી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે ક્ષેત્રીય સહયોગના પ્રયાસ પર સતત અડચણો ઉભી થવાની શક્યતા છે.

આ વીડિયો પણ જુઓ : જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવો આતંકી હુમલો નિષ્ફળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન