India and Australia team reach at Rajkot for Second ODI Match
  • Home
  • Featured
  • INDvsAUS: ખેલાડીઓનું રાજકોટમાં થયું અનોખું સ્વાગત, મેચને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું

INDvsAUS: ખેલાડીઓનું રાજકોટમાં થયું અનોખું સ્વાગત, મેચને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું

 | 5:58 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ વન ડે મેચની સિરીઝ ચાલી રહી છે. જેની પહેલી મેચ ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જે ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. ત્યારે હવે સિરીઝની બીજી મેચ રાજકોટ ખાતે રમાશે અને તે માટે બંને ટીમ રાજકોટ પહોંચી છે. આપને જણાવી દઈએ કે સિરીઝની બીજી મેચ 17મી જાન્યુઆરીએ ખંઢેરી સ્ટેડિયમમાં યોજાશે.

મળતી માહિતી મુજબ મેચ પહેલા ભારતની ટીમ હોટલ સયાજી અને ઓસ્ટ્રેલિયન ટીમનું રોકાણ ઈમ્પિરિયલ પેલેસમાં થયું છે. હોટલ પર બંને ટીમોના ખેલાડીઓનું સ્વાગતહાર પહેરાવી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આવતી કાલે બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે અને નેટ પ્રેક્ટિસ બાદ બન્ને ટીમો પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. રાજકોટ ખાતે થનારી મેચ ખૂબ જ રોમાંચક થશે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે પહેલી મેચ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા સિરીઝ બચાવવા પૂરજોશ કોશિશ કરશે. જ્યારે બીજી તરફ વર્લ્ડની બેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયા સિરીઝ પર કબજો કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે. તેથી બંને ટીમો વચ્ચે જબરદસ્ત ઘમાસાન થવાની શક્યતાઓ છે.


રાજકોટમાં વન-ડે મેચને લઈ જાહેરનામું:

વનડે મેચ અંતર્ગત પોલીસ કમિશનરે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર ધ્રોલ તરફ જતા ભારે વાહન ચાલકોને અસર પડશે. મળતી માહિતી મુજબ માધાપર ચોકડી ખાતે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી હવે અમદાવાદ-ભાવનગર તરફથી આવતા ભારે વાહનોને જામનગર તરફ જવા માટે બેડી ચોકડીથી મોરબી રોડ મીતાણા ટંકારા નેકનામથી જામનગર, ધ્રોલ જવું પડશે. માધાપર ચોકડીથી કોઈ પણ ભારે વાહનો જામનગર તરફ નહીં જઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન