India And China Will Do Military Exercise Together
  • Home
  • Featured
  • ભારત-ચીન સાથે મળીને કરવા જઇ રહ્યા છે કંઇક નવું, પાકિસ્તાનનાં પેટમાં રેડાશે તેલ

ભારત-ચીન સાથે મળીને કરવા જઇ રહ્યા છે કંઇક નવું, પાકિસ્તાનનાં પેટમાં રેડાશે તેલ

 | 4:28 pm IST

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન અત્યારે ચીનનાં પ્રવાસે છે, પરંતુ આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારનાં ભારત પહોંચી રહ્યા છે. ભારત અને ચીનની વચ્ચે શુક્રવાર-શનિવારનાં બીજી ઇન્ફોર્મલ સમિટ થશે. આ બેઠકનો કોઈ એજન્ડા તો નહીં હોય, પરંતુ તમામ મુદ્દા પર વાત થશે. ચીને હવે આતંકવાદનાં મોરચે ભારતનો સાથ આપવાનું નક્કી કરી લીધું છે. ભારત-ચીન બંને આ ડિસેમ્બરમાં એન્ટી ટેરર એક્સરસાઇઝ કરી શકે છે.

બેઠકમાં અનેક મુદ્દા પર થશે વાત

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની થનારી આ ઇન્ફોર્મલ બેઠકમાં આતંકવાદ પર ખુલીને વાત થશે. ભારત તરફથી ચીનની સામે આતંકવાદ, ટેરર ફંડિગ, તેનો સોર્સ અને આતંકવાદનું સમર્થન જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. દેખીતુ છે કે ભારત તરફથી દરેક વખતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી પોલ ખોલવામાં આવતી રહી છે. હવે ડિસેમ્બરમાં ભારત અને ચીનની સેનાઓ આતંકવાદની વિરુદ્ધ લડાઈને મજબૂત કરવા માટે સાથે એક્સરસાઇઝ કરશે.

અમેરિકા સાથેનાં ટ્રેડ વૉરની વચ્ચે ભારતની યાદ આવી

ઉલ્લેખનીય છે કે વિતેલા કેટલાક સમયથી ચીન પાકિસ્તાનને દરેક મુદ્દા પર સાથ આપી રહ્યું છે, પછી ભલે તે મસૂદ અઝહરને બચાવવાનો મુદ્દો હોય, કે પછી તાજેતરમાં જમ્મુ-કાશ્મીરનો જ વિવાદ કેમ ના હોય. ચીને ઘણીવાર પાકિસ્તાનનો સાથ આપ્યો છે, ઘણી વાર તેને બચાવ્યું પણ છે, પરંતુ હવે ચીન અને અમેરિકાની વચ્ચે ટ્રેડ વૉર વધી રહ્યું છે તો એક વાર ફરી ચીનને ભારતની યાદ આવી છે.

જો કે એ પણ વાત સામે આવી રહી છે કે આ દરમિયાન કોઈ સત્તાવાર કરાર નહીં થાય. ભારત અને ચીનની વચ્ચે થનારી આ બેઠક ઇન્ફોર્મલ છે, જે રીતે 2018માં વુહાનમાં થઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશનાં નેતા કોઇ પણ એજન્ડા વગર કોઇ પણ મુદ્દા પર વાત કરશે.

આ વિડીયો પણ જુઓ: ઉત્તર પ્રદેશના પીલીભીત પોલીસ સ્ટેશનમાંથી એક અનોખો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન