India and New Zealand's Match Might Get Call Off Because of Rain
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: તો એકપણ બૉલ ફેંકાયા વગર જ રદ્દ થઈ જશે ભારત-ન્યૂઝીલેન્ડની મેચ

વર્લ્ડ કપ: તો એકપણ બૉલ ફેંકાયા વગર જ રદ્દ થઈ જશે ભારત-ન્યૂઝીલેન્ડની મેચ

 | 4:10 pm IST

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો આજે ટ્રેન્ટ બ્રિજમાં થવાનો છે, પરંતુ વરસાદ અને મેદાન ભીનું હોવાના કારણે અત્યારે સંપૂર્ણ ઑવર્સની રમત થાય તેવી સંભાવના નથી જોવા મળી રહી. સ્થાનિક મોસમ વિભાગનાં જણાવ્યા પ્રમાણે અત્યારે રોકાઈ-રોકાઈને વરસાદ થઈ રહ્યો છે અને આવામાં મેચ થવાની સંભાવના નહીવત છે. વર્લ્ડ કપની આ મેચ પહેલા સૂરજ પણ જાણે લાંબા વેકેશન પર ગયો છે. હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.

એક સંભાવના એ પણ છે કે વાતાવરણ સારું ના રહ્યું અને કેટલોક સમય ખરાબ થયો તો પછી મેચ 50-50 ઑવરની જગ્યાએ 2-20 ઑવરની કરવામાં આવશે, પરંતુ આ માટે વરસાદનું રોકાવું અને વાતાવરણ સારું રહે તે જરૂરી છે. કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ‘વરસાદની સંભાવનાં 50 ટકા સુધી થઈ ગઈ છે, પરંતુ વાતાવરણ વિશે કંઇ ના કહી શકાય જે ક્યારેય પણ બદલાઈ શકે છે.’ ઉલ્લેખનીય છે કે અત્યારે ટ્રેન્ટ બ્રિજમાં વરસાદની આવન-જાવન ચાલુ છે.

પિચ સૂકાય તે માટે સૂરજ નીકળે તે જરૂરી

વરસાદનાં કારણે મેદાન ભીનુ છે. જો કે ટ્રેન્ટ બ્રિજની ડ્રેનેજ સીસ્ટમ ઘણી સારી છે, પરંતુ મેદાન ઘણું વધારે ભીનુ છે. આવામાં તડકો ના હોવાના કારણે મેદાન સુકાવાની સંભાવના ઓછી છે, જે રમતનાં હિસાબે સુરક્ષિત નથી. જો મેદાનની પરિસ્થિતિ રમવા લાયક નહીં હોય તો મેચ અધિકારીઓ ખેલાડીઓની સુરક્ષાને જોખમમાં નહીં મુકે. એ વાતની આશંકા વધારે છે કે મેચ કોઈપણ બૉલ ફેંકાયા વગર જ રદ્દ થઈ જાય.

ઠંડી હવા

નૉટિંઘમમાં ઠંડી પણ કંઇ ઓછી નથી અને ઠંડી હવાઓ ચાલી રહી છે. જણાવી દઇએ કે ભારતે બુધવારનાં રોજ થોડાક સમય માટે ટ્રેનિંગ કરી હતી, ત્યારે ખેલાડીઓ ઠંડીથી બચવા માટે ગરમ કપડા અને જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા.

બાંગર બોલ્યા, “વધારે ના વિચારો”

ભારતીય બેટિંગ કૉચ સંજય બાંગરે કહ્યું કે, “ઇંગ્લેન્ડમાં મોસમનાં કારણે એક અથવા બે મેચો પર અસર પડે તે સ્વાભિક છે અને ખેલાડીઓએ આના વિશે વધારે ના વિચારવું જોઇએ.” ટ્રેન્ટ બ્રિજમાં મંગળવારનાં ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન પણ વરસાદનાં કારણે રદ્દ થઈ ગયું હતુ. જો કે ટીમ લગભગ 90 મિનિટ સુધી મેદાન પર રહી, જ્યારે ઝરમર વરસાદ નહોતો થયો. પરંતુ જેવા ખેલાડીઓ પિચ પર ગયા અને વરસાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન