India and Pakistan getting back on talking table as nsa
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાન પર કોન્ફરન્સમાં પાક.ને આમંત્રણ, શું ભારત સાથે સંબંધો સુધરશે ?

અફઘાનિસ્તાન પર કોન્ફરન્સમાં પાક.ને આમંત્રણ, શું ભારત સાથે સંબંધો સુધરશે ?

 | 10:50 am IST
  • Share

  • અફઘાનિસ્તાન પર થનારી કોન્ફરન્સમાં પાકિસ્તાનને આમંત્રણ
  • ભારતે ઇસ્લામાબાદ સાથે મળી કામ કરવાના આપ્યા સંકેત
  • પાકિસ્તાની NSA મોઇદ યુસુફ આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નહી

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં થોડો સુધારો આવે તેવા અણસાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જે સંકેતો મળી રહ્યા છે તે સૂચવે છે કે સંવાદના દરવાજા ફરી ખુલી શકે છે. દ્વિપક્ષીય નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ટૂંક સમયમાં એક મંચ પર જોવા મળશે. 

ભારતે અફઘાનિસ્તાન મામલે આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવી છે જેમાં પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તાલિબાનના  આવવાથી સમીકરણ બદલાયા આ મહિનાની શરૂઆતમાં ભારતે SCOના આતંકવાદ વિરોધી કવાયત માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને પાકિસ્તાન મોકલ્યા હતા. ફેબ્રુઆરી 2021માં બંને દેશો વચ્ચેની વાટાઘાટોને કારણે 2003 ના યુદ્ધવિરામ કરાર પર નવી સહમતિ બની હતી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી છે અને પ્રાદેશિક સંતુલન બદલાઈ ગયું છે.

શું પાકિસ્તાન NSA ભારત આવશે?

દિલ્હીમાં યોજાનારી કોન્ફરન્સની અધ્યક્ષતા NSA અજીત ડોભાલ કરશે. પાકિસ્તાન ઉપરાંત રશિયા, ચીન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં પાકિસ્તાન શું ભૂમિકા ભજવે છે તે જોવું રસપ્રદ રહેશે. કેમકે 2016 પછી પાકિસ્તાન તરફથી કોઇ અધિકારી ભારત આવ્યુ નથી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો