India and particularly Tamil Nadu will miss him immensely. May his soul rest in peace.
  • Home
  • Featured
  • કરૂણાનિધિને PM મોદી, રજનીકાંતથી લઈ આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

કરૂણાનિધિને PM મોદી, રજનીકાંતથી લઈ આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

 | 8:02 pm IST

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિનું 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મંગળવારે સાંજ 6.10 કલાકે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધો છે. જેના પછી સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાય ગયેલી છે. જેના પછી ડીએમકેના સમર્થકો રસ્તા પર છે ત્યારે દેશના તમામ રાજનેતાઓ શોક સંદેશો પાઠવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી કરૂણાનિધિના અવસાન પર શોક વ્યક્ત કર્યું છે અને કહ્યું કે, કરૂણાનિધિને સમગ્ર દેશ હંમેશા યાદ રાખશે. આ દુ:ખના સમયમાં મારી સંવેદના કરૂણાનિધિના લાખો સમર્થકો અને પરિવારજનોની સાથે છે. ભારત અને ખાસ કરીને તમિલનાડુના લોકો યાદ રાખશે. તેમની આત્માને શાંતિ મળે. વડાપ્રધાન મોદી બુધવારે સવારે ચેન્નાઈ પહોંચશે અને તેમના અંતિમ દર્શન કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમને લખ્યું કે, આ સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું છે. ‘કલૈનાર’ના નામથી પ્રખ્યાત એક વિરાસત મૂકીને જઈ રહ્યા છે. જેમના સમકક્ષ અન્ય કોઈ રાજનેતા જાહેર જીવનામાં ભાગ્યે જ પહોંચી શકે છે. તેમના પ્રતિ અને લાખો પ્રશંસકો પ્રતિ પોતાનું શોક સંવેદના વ્યક્ત કરું છું.

ભાજપ અધ્યક્ષ અમિત શાહએ કરૂણાનિધિને દક્ષિણની તાકાત ગણાવ્યા છે. તેમને લખ્યું છે કે, ભગવાન કરૂણાનિધિના પરિવારને આ દુ:ખના સમયમાં મુશ્કેલીનો સામનો કરવા માટે તાકાત આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ….

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું કે, તામિલ રાજકારણના નાયક અને 6 દાયકા સુધી રાજ કરનાર તામિલ નેતા. ભારતે એક મહાન નેતા ગુમાવ્યા છે. તેમજ તેઓ ખરા અર્થમાં લોકોના નેતા હતા. તેમના લાખો ચાહકો અને પરિવારના સભ્યોને તાકાત આપવા માટે પ્રભુને પ્રાથર્ના કરૂ છું.

તમિલ અભિનેતા રજનીકાંતએ પણ કરૂણાનિધિના અવસાન પર ટ્વિટ કર્યું છે અને કહ્યું કે, આ એક કાળો દિવસ છે. હું મારા કલાકાર કાળના દિવસોને ક્યારેય ભૂલીના શકું. તેમની આત્માને શાંતિ મળે.

આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી શ્રી પનીરસેલ્વમએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.

અભિનેતાથી રાજનેતા સુધીની કરૂણાનિધિની સફર

આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બુધવારે ચેન્નાઈ પહોંચવા જઈ રહ્યા છે. ગુલામ નબી આઝાદ પણ તેમની સાથે હશે. તેમજ મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડુ પણ ત્યાં પહોંચશે.