India And Us To Conduct Upgraded Combat Exercise In Uttarakhand
  • Home
  • Featured
  • ચીનને ખુલ્લો પડકાર! ભારત-અમેરિકાનું સૈન્ય મળી ઉત્તરાખંડમાં કરશે યુદ્ધાભ્યાસ

ચીનને ખુલ્લો પડકાર! ભારત-અમેરિકાનું સૈન્ય મળી ઉત્તરાખંડમાં કરશે યુદ્ધાભ્યાસ

 | 10:26 pm IST

ભારત અને અમેરિકાના સંબંધો સતત મજબુત થઈ રહ્યાં છે. નવી દિલ્હીમાં યોજાયેલી હાઈ લેવલની 2+2 વાતચીત વાદ તુરંત બંને દેશોએ સંયુક્ત યુદ્ધાભ્યાસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 16 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરાખંડના ચૌબટિયામાં ભારત અને અમેરિકાની સેના વાર્ષિક યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. બંને દેશ રણનૈતિક ભાગીદારી અંતર્ગત દ્વિપક્ષીય સૈન્ય યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.

મહત્વની વાત એ છે કે, આ વર્ષે યુદ્ધાભ્યાને અપગ્રેડ કરીને બટાલિયન સ્તરની ફિલ્ડ ટ્રેનિંગ એક્સર્સાઈઝ (FTX) અને એક ડિવિઝન સ્તરની કમાંડ પોસ્ટ એક્સર્સાઈઝ (CPX) કરવામાં આવી છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘આ વર્ષે યુદ્ધાભ્યાસમાં બંને પક્ષ તરફથી લગભગ 350 સૈનિક ભાગ લેશે જ્યારે અગાઉ 200 સૈનિકો તેમાં ભાગ લેતા હતાં. સેના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે આ મહત્વપૂર્ણ અભ્યાસ માટે 15 ગઢવાલ રાઈફલ્સને મેદાને ઉતારીશું, જેનું ધ્યાન આતંકવાદી વિરોધી અભિયાન પર રહેશે. ગત વર્ષે હાથ ધરવામાં આવેલો સંયુક્ત યુદ્ધાભ્યાસ અમેરિકામાં લુઈસ-મૈકાર્ડ જોઈંટ બેઝ પર યોજવામાં આવ્યો હતો.

મળતા અહેવાલ પ્રમાણે ભારત અને અમેરિકાએ આગામી વર્ષે દેશના પૂર્વ સમુદ્રી કિનારે પોતાનો પહેલો મેગા ટ્રાઈ-સર્વિસ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. આવુ માત્ર બીજી જ વાર થશે જ્યારે ભારત પોતાના સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાના સંસાધનો એન માવન શક્તિને એકબીજા દેશો સાથે યુદ્ધાભ્યાસ માટે તૈનાત કરશે. આ અગાઉ ભારતે રશિયા સાથે ગત વર્ષે વ્લાદિવોસ્તોકમાં આવો જ યુદ્ધાભ્યાસ કર્યો હતો.

ગઈ કાલે જ 2+2 વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આજે ભારતના સુરક્ષા દળો અમેરિકા સાથે મળીને સઘન ટ્રેનિંગ અને સંયુક્ત અભ્યાસ કરે છે. આ સંયુક્ત અભ્યાસે નવી દિશાઓ સ્થાપિત કરી છે. આ સહયોગને વધુ આગળ લઈ જવા માટે અમે પહેલીવાર ત્રણેય સેનાઓને શામેલ કરતા 2019માં પૂર્વી સમુદ્ર કિનારે અમેરિકા સાથે સંયુક્ત અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અમે અમારી સેનાઓ વચ્ચે સહયોગ મજબુત કરવા પર કામ કરી રહ્યાં છીએ. આ દિશામાં 2016માં નિર્ધારીત કરવામાં આવેલા LEMOA અને આ વર્ષની શરૂઆતમાં હેલિકોપ્ટર ઓપરેશંસ ફ્રોમ શિપ્સ અદર દૈન એરક્રાફ્ટ કેરિયર્સ (HOSTAC) જેવા મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યા છે.