NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભારત-અમેરિકા પાસે હશે વિશ્વની સૌથી મોટી સેનાઃ મોદી-ટ્રમ્પનો સંકલ્પ

ભારત-અમેરિકા પાસે હશે વિશ્વની સૌથી મોટી સેનાઃ મોદી-ટ્રમ્પનો સંકલ્પ

 | 8:07 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા પાસે વિશ્વમાં સૌથી મોટી સેના ધરાવવાનો સંકલ્પ કર્યો છે. ફિલિપિન્સની રાજધાની મનીલામાં આસિયાન શિખર બેઠક નિમિત્તે આજે બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં બૃહદ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી વિશે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ભારત-પ્રશાંત ક્ષેત્રને ખુલ્લુ અને મુક્ત રાખવાની પણ મોદી અને ટ્રમ્પે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વ્હાઈટ હાઉસે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ સંરક્ષણ ભાગીદારીના ભાગરૂપે પરસ્પરના સહયોગને વેગવાન બનાવાનો સંકલ્પ કર્યો છે. તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી એક કરોડ બેરલ ક્રૂડની ખરીદી કરતાં ટ્રમ્પે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે સંગીન ઉર્જા સહયોગ બંને દેશો માટે  આર્થિક અને રાજદ્વારી રીતે મહત્વનો બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ આગામી વૈશ્વિક ઉદ્યોગ સાહસિક સંમેલનમાં અમેરિકી પ્રતિનિધિ મંડળની યજમાની કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ સંમેલનમાં અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા કરનાર છે. ભારત અને અમેરિકા સંયુક્ત રીતે આ સંમેલનનું આયોજન કરનાર છે.

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ગઠબંધનને નક્કર સ્વરૂપ આપવા વિશે ચારેય દેશોના અધિકારીઓની બેઠક બાદ મોદી અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા યોજાઈ હતી.