એલઓસીએ પાક.ની અવળચંડાઈમાં ભારતીય જવાન શહિદ, છ વર્ષની બાળકી મૃત્યુ પામી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એલઓસીએ પાક.ની અવળચંડાઈમાં ભારતીય જવાન શહિદ, છ વર્ષની બાળકી મૃત્યુ પામી

એલઓસીએ પાક.ની અવળચંડાઈમાં ભારતીય જવાન શહિદ, છ વર્ષની બાળકી મૃત્યુ પામી

 | 8:43 am IST

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં સતત બીજા દિવસે પણ પાકિસ્તાનની સેનાએ ગોળીબાર ચાલુ રાખ્યો છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના ચાર સૈનિકોને પાડી દીધા છે. આ વાસ્વતિકનો પાકિસ્તાને સ્વીકાર પણ કર્યો છે. ભારતના વળતા ગોળીબારમાં પાકિસ્તાનના અનેક બંકરો અને ચોકીઓમાં પણ ભારે વિનાશ વેરાયો છે. પાકિસ્તાનના ગોળીબારમાં એક ભારતીય જવાને શહાદત વ્હોરી છે અને વર્ષની બાળકી પણ મૃત્યુ પામી છે.

પાકિસ્તાની સેના પૂંચના બાલકોટ તેમજ રાજોરીના તરકુંડી સેકટરમાં છેલ્લાં બે દિવસથી અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. ભારતીય સેનાએ વળતા હુમલામાં પાકિસ્તાની સેનાના પેટ્રોલિંગ કરતાં વાહન પર તોપગોળા ઝિંકતા પાકિસ્તાનના ચાર સૈનિકોના મોત થયા હતાં. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફફરાબાદથી 73 કિમી દૂર અતમુકામમાં ભારતીય સેનાના ગોળીબારમાં પાકિસ્તાન સેનાનું વાહન જેલમ નદીમાં ખાબક્યું હતું અને તેના ચાર સૈનિકો ડૂબી ગયા હતાં. જ્યારે પાકિસ્તાનની સેનાએ પૂંચ સેકટરમાં બાલાકોટમાં અંધાધૂંધ ગોળીબાર કરતાં છ વર્ષની બાળકી મૃત્યુ પામી હતી. બાળકીનું નામ સાજિદા કફીલ છે

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરના જણાવ્યા અનુસાર નદીમાં એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ સૈનિકોની શોધખોળ હાથ ધરાઈ છે. પાકિસ્તાની સેનાએ શનિવારની સાંજે થોડા સમય માટે ગોળીબાર બંધ કર્યો હતો, તે પછી ફરી શરૂ થયેલો ગોળીબાર રવિવારે આખો દિવસ ચાલુ રહ્યો હતો.

બીજી ઘટનામાં રાજ્યના ભીમ્બર ગલી સેકટરમાં પણ પાકિસ્તાની સેનાએ આજ સવારથી જ શસ્ત્રવિરામ ભંગ કરતાં ભીષણ ગોળીબારનો આરંભ કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય જવાન મુદ્દસર અહેમદ શહીદ થયા છે. તેઓ જમ્મુ અને કાશ્મીરના જ ત્રાલ સેક્ટરના રહેવાસી હતાં અને ભારતીય સેનામાં રાજોરી સેકટરમાં ફરજ બજાવતા હતાં. પાકિસ્તાની સેનાના રાજોરી સેકટરના મનજાકોટે સેકટરમાં પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગમાં તેઓ શહીદ થયા છે. જ્યારે એક મહિલાને ઈજા થઈ છે. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બીજીબાજુ ડીડીસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં બે ભારતીય નાગરિકને ગંભીર ઈજા થઈ છે.

સીમા અને એલઓસી પરની સ્થિતિને પગલે બંને દેશોના ડીજીએમઓએ ફોન પર વાત કરી હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય સેનાના કાર્યવાહીમાં ચાર પાકિસ્તાની સૈનિકોના મોતનો મુદ્દે ઉઠાવ્ય હતો. જ્યારે ભારતના ડીજીએમઓએ કહ્યું હતું કે પાકિસ્તાન જ શસ્ત્રવિરામ ભંગ કરે છે અને ભારતીય સેના તેનો જવાબ આપે છે.