ભારતમાં સરેરાશ ૮૯૩ દર્દીએ માત્ર એક જ ડોક્ટર છે : સરકાર - Sandesh
  • Home
  • India
  • ભારતમાં સરેરાશ ૮૯૩ દર્દીએ માત્ર એક જ ડોક્ટર છે : સરકાર

ભારતમાં સરેરાશ ૮૯૩ દર્દીએ માત્ર એક જ ડોક્ટર છે : સરકાર

 | 3:10 am IST
  • Share

નવી દિલ્હી,તા.૫

શુક્રવારે આરોગ્યરાજ્યપ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેએ લોકસભામાં લેખિત જવાબમાં માહિતી આપી હતી કે દેશમાં ઉપલબ્ધ એલોપથિક,આયુર્વેદિક, યુનાની અને હોમિયોપથ સહિતના તબીબોને ગણતરીમાં લેતાં પણ પ્રતિ ૮૯૩ દર્દીએ એક તબીબ ઉપલબ્ધ છે.

તેમણે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૯.૫૯ લાખ નોંધાયેલા એલોપથિક તબીબ છે તો આયુર્વેદિક , યુનાની અને હોમિયોપથ તબીબોની સંખ્યા ૬.૭૭ લાખ છે.

તેમણે કહ્યું હતું કે નોંધાયેલા અલોપથિક તબીબ પૈકી હકીકતે ૭.૬૭ એલોપથિક તબીબોની સેવા દેશવાસીઓને ઉપલબ્ધ છે. અર્થાત નોંધાયેલા એલોપથિક તબીબ પૈકી પણ ૮૦ ટકા તબીબોની સેવા જ ઉપલબ્ધ છે.તે પ્રમાણે ગણતરી કરતાં વસ્તી અને તબીબની સરેરાશ ૧ : ૧૬૮૧ની બેસે છે.

એલોપથિક અને આયુર્વેદિક તબીબોની સંખ્યાને સાથે ગણવામાં આવે તો આ સરેરાશ ૧ : ૮૯૩ની રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં ચિંતા જાહેર કરી હતી કે દેશના મોટાભાગના એલોપથિક તબીબ યોગ્ય તબીબી લાયકાત પણ ધરાવતા નથી હોતા. તેને પગલે આરોગ્યરાજ્યપ્રધાને લોકસભામાં આ આ માહિતી આપી છે.

તેમણે કહ્યું હતું કે મેડિકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ નોંધાયેલા તબીબ જ પ્રેક્ટિસ કરી શકતા હોય છે. બાકીના કોઇ પ્રેક્ટિસ કરતા હોય તો તેમને સજા અને દંડની જોગવાઇ છે જ.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૭,૮૯,૭૯૬ સહાયક નર્સ મિડવાઇફ, ૧૭,૯૩,૩૩૭ નોંધાયેલી નર્સ મીડવાઇફ ઉપલબ્ધ છે.આમ નોંધાયેલા તબીબો પૈકી ૮૦ ટકા અને નોંધાયેલા સહાયકો પૈતીના ૬૦ ટકાની સેવા દેશમાં ઉપલબ્ધ રહેતી હોવાનું તારણ કાઢતાં સરેરાશ ૧ :૭૪૮ની બેસે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો