India, Bangladesh players physically clash after U-19 World Cup finals
  • Home
  • Sports
  • Cricket
  • U19: બાંગ્લાદેશી પ્લેયર્સમાં જીતનો નશો, મેચ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ સાથે કર્યું ગંદુ વર્તન

U19: બાંગ્લાદેશી પ્લેયર્સમાં જીતનો નશો, મેચ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ સાથે કર્યું ગંદુ વર્તન

 | 6:38 am IST

ઓછા સ્કોરવાળી મેચમાં ટીમ ઇન્ડિયાની દિશાહીન બોલિંગ અને ધીમી ગતિથી બેટિંગે ભારતને 5મી વખત અંડર 19 વર્લ્ડ કપનું ચેમ્પિયન બનાવતા રોકી દીધું. પરંતુ મેચની બાદ તરત જ મેદાન પર જે થયું તે હેરાન કરી દેનારું હતું. અહીં જીતની સાથે જ બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની સાથે ખરાબ વર્તન કર્યું.

ક્રિકેટને એક જેન્ટલમેન ખેલ મનાય છે, પરંતુ કયારેક-કયારેક તેની સૂરત બદલાઇ જાય છે અને બદસૂરત પણ થઇ જાય છે. U19 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ક્રિકેટનો એક ગંદો ચહેરો જોવા મળ્યો. જો કે ફાઇનલ મુકાબલામાં ભારત પર બાંગ્લાદેશની ઐતિહાસિક જીત બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓની સાથે ખરાબ વ્યવહાર કર્યો.

જીત બાદ ખુશી મનાવતા મેદાન પર પહોંચેલા બાંગ્લાદેશી ખેલાડીઓમાંથી એક ખેલાડી મેદાન પર હાજર ભારતીય ખેલાડીની પાસે પહોંચ્યો અને અડીને તેની સામે ઉભો રહી ગયો. એટલું જ નહીં બાંગ્લાદેશી ખેલાડીએ કેટલીક ભડકાઉ વાતો પણ કહી. ત્યારબાદ સામે ઉભેલા ભારતીય ખેલાડીએ તેને હાથથી દૂર હટાવ્યો.

ત્યારબાદ મેદાન પર હાજર એમ્પાયરે બંને ખેલાડીઓને એકબીજાથી દૂર કર્યા. બાંગ્લાદેશી ખેલાડીઓએ આ મેચમાં કેટલીય વખત ભારતીય ખેલાડીઓની સામે સ્લેજિંગ કર્યુ એટલે અનર્ગલ વાતો પણ કહી. આ વાતને સ્વીકારતા બાંગ્લાદેશી ટીમના કેપ્ટન અકબરે બોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન કર્યું કે તેમના કેટલાંક ખેલાડીઓએ મેચ દરમ્યાન ભારતીય ખેલાડીઓની પ્રત્યે આક્રમક બોડી લેંગ્વેજ દેખાડી.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેપી ડ્મિનીએ વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ખેલાડીઓની વચ્ચે તનાતની જોઇ શકાય છે.

મેચમાં શું થયું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ સાઉથ આફ્રિકાના સેનવેસ પાર્ક, પોટચેસ્ટરૂમ ખાતે રમાઈ. જેમાં બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયાને 3 વિકેટથી હરાવી છે. આ સાથે બાંગ્લાદેશે પહેલીવાર અંડર 19 વર્લ્ડ કપ 2020નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. વરસાદ બાદ બીજી ઇનિંગને 46 ઓવર સુધી નિર્ધારિત કરવામાં આવી હતી. જેમાં 170 રનનો ટાર્ગેટ આપવાામાં આવ્યો હતો. જેને બાંગ્લાદેશે 42.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેળવ્યો
મેચની બાદ તરત જ મેદાન પર જે થયું તે હેરાન કરી દેનારું હતું

આ વીડિયો પણ જુઓ : સ્પોર્ટ્સ કાઠુ કાઢનાર એવી 2 ગુજરાતી મહિલા ખેલાડીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન