મહિલા હોકી: ભારતીય ટીમની ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત, ચીનને 3-1થી હરાવ્યું - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • મહિલા હોકી: ભારતીય ટીમની ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત, ચીનને 3-1થી હરાવ્યું

મહિલા હોકી: ભારતીય ટીમની ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત, ચીનને 3-1થી હરાવ્યું

 | 6:13 pm IST

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં ચીનને 3-1થી પરાજય આપી સતત બીજો વિજય મેળવ્યો હતો. આ પહેલાં ગત રવિવારે ભારતીય ટીમે જાપાન સામે 4-1થી જીત મેળવી હતી.

ભારતીય ટીમ તરફથી વંદના કટારિયાએ મેચની ચોથી જ મિનિટે ગોલ કરી ભારતને 1-0ની લીડ અપાવ્યા બાદ વંદનાએ 11મી મિનિટે વધુ એક ગોલ કરી ભારતને 2-0ની લીડ અપાવી હતી. જોકે, ચીન તરફથી પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટે વેન ડાને ગોલ કરી લીડ ઘટાડી હતી.

તે પછીના બે ક્વાર્ટર સુધી બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ચોથા ક્વાર્ટરની 51મી મિનિટે ભારતીય ટીમને ગોલ કરવાની તક હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી. તે પછી મેચની 59મી મિનિટે ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યું હતું જેના પર ગુરજિત કૌરે ગોલ કરી ભારતને 3-1થી વિજય અપાવ્યો હતો.

ભારત હવે બે મેચમાં વિજય મેળવી છ પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને છે. વિશ્વમાં 10મો ક્રમાંક ધરાવતી ભારતીય ટીમનો સામનો હવે મલેશિયા સામે થશે. મલેશિયન ટીમે પોતાની અન્ય એક મેચમાં જાપાનને 3-2થી પરાજય આપ્યો હતો.