Pm Modi Said India Become Second Largest Mobile Phone Makers because of Make In India
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ‘મેક ઇન ઇન્ડિયા’થી ભારત બન્યુ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટુ ફોન નિર્માતા: પીએમ

‘મેક ઇન ઇન્ડિયા’થી ભારત બન્યુ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટુ ફોન નિર્માતા: પીએમ

 | 2:57 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમથી પ્રોત્સાહન મેળવીને ભારત દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટુ મોબાઇલ ફોન નિર્માતા બની ગયું છે. છેલ્લા 4 વર્ષમાં મોબાઇલ ફોન બનાવનારા કારખાનાઓની સંખ્યા બેથી વધીને 120 પર પહોંચી ગઇ છે.

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે દિલ્લીની નજીક આવેલા નોએડામાં દક્ષિણ કોરિયાની કંપની સેમસંગનાં કારખાનાનાં ઉદ્ધઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ અવસર પર તેમની સાથે દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન પણ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે મોબાઇલ ફોન બનાવનારા કારખાનાઓની સંખ્યા વધવા સાથે આ ક્ષેત્રમાં 4 લાખ રોજગાર પણ પેદા થયા છે. તેમણે કહ્યું કે આ પ્રકારનાં મોટા કારખાનાઓમાં રોકાણ કરવું દક્ષિણ કોરિયા સાથે ભારતનાં આર્થિક અને વ્યાપારિક સંબંધોનો પાયો તૈયાર કરવા માટેનો પથ્થર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ભારતને ઉત્તપાદન ક્ષેત્રમાં દુનિયાનું મોટું કેન્દ્ર બનાવવા તરફ આજનો દિવસ મહત્વપૂર્ણ છે.’

દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાનાં પ્રવાસે આવે તેની આતુરતાથી રહા જોઇ રહ્યા છે. દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન અને વડાપ્રધાન મોદી વચ્ચે ડેલિગેશન લેવલની મિટિંગ યોજાઇ હતી.

તેમણે કહ્યું કે, “ભારતીય અર્થવ્યવસ્થા આજે દુનિયામાં સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આ સાથે ભારતમાં વધી રહેલા મધ્યવર્ગને કારણે ઘણી સંભાવનાઓ છે.” પીએમ મોદીએ કહ્યું, “મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવાની અમારી પહેલા ના ફક્ત આર્થિક નીતિનો ભાગ છે, પરંતુ દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આપણા દ્વિપક્ષીય સંબંધો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.’ પીએમે કહ્યું કે દેશમાં 40 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે જ્યારે 32 કરોડ લોકો બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.