India Spot Sixth Place as World's Largest Economy, Surpassed France
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાનાં મામલે ભારતે ફ્રાંસને પછાડી મેળવ્યો આ ક્રમ

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાનાં મામલે ભારતે ફ્રાંસને પછાડી મેળવ્યો આ ક્રમ

 | 1:39 pm IST

ભારતીય અર્થવ્યવસ્થાએ વિકાસનાં દમ પર ઊંચી ઉડાન ભરી છે. ફ્રાંસને 7માં ક્રમે છોડીને ભારત હવે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ છે. વિશ્વ બેંકનાં 2017માં અપડેટેડ આંકડાઓમાં આ વિશેની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની GDP ગત વર્ષનાં અંતમાં 2.597 ટ્રિલિયન ડૉલર હતી, જ્યારે ફ્રાંસની 2.582 ટ્રિલિયન ડૉલર હતી.

થોડા મહિનાઓની મંદી પછી ભારતની અર્થવ્યવસ્થા જુલાઈ 2017થી ફરી મજબૂત બની રહી છે. ભારતની વસ્તી અત્યારે 1.34 અજબ છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. તો ફ્રાંસની વસ્તી ફક્ત 6.7 કરોડ જ છે. આંકડાઓ પ્રમાણે ફ્રાંસની પ્રતિ વ્યક્તિ GDP ભારતથી 20 ગણી વધારે છે. નોટબંધી અને GSTનાં કારણે અર્થવ્યવસ્થા થોડીક સ્થિર થઇ હતી, ત્યારબાદ ગત વર્ષે મેન્યુફેક્ચરિંગ અને ઉપભોગતા ખર્ચ ભારતીય અર્થવ્યવસ્થાને ઝડપ આપવાનાં મુખ્ય કારણ છે. એક દશકમાં ભારતે પોતાની GDPને ડબલ કરી દીધી છે. સંભાવના છે કે ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડી શકે છે અને ભારત એશિયામાં મુખ્ય આર્થિક તાકત તરીકે ઉભરી શકે છે.

IMFનાં જણાવ્યા અનુસાર ભારતનો ગ્રોથ 7.4 ટકા થઇ શકે છે અને 2019માં તેનો વિકાસ દર 7.8 સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ દુનિયાનો સરેરાશ વિકાસ દર 3.9 ટકા રહેશે તેવું અનુમાન છે. 2032 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવી સંભાવનાં કરવામાં આવી છે. અત્યારે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન, જાપાન અને જર્મનીનો નંબર આપે છે.