BJP Attcak On Rahul Gandhi
  • Home
  • Featured
  • ભાજપે રાહુલ ગાંધીનું જબરદસ્ત મોટું ખોલ્યું પાકિસ્તાન કનેકશન!

ભાજપે રાહુલ ગાંધીનું જબરદસ્ત મોટું ખોલ્યું પાકિસ્તાન કનેકશન!

 | 1:38 pm IST

રાફેલ ડીલ પર કૉંગ્રેસના નિશાનાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાહુલ ગાંધી પર પાકિસ્તાન કનેકશનનો આરોપ મૂકયો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રીઓના ટ્વીટનો હવાલો આપતા ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે. ભાજપે 2014ની પહેલાંનો પીએમનો એક વીડિયો પણ દેખાડ્યો છે જેમાં મોદી તત્કાલીન પીએમ મનમોહન સિંહને ‘દેહાતી ઔરત’ કહેવા પર નવાઝ શરીફને આડા હાથ લેતા દેખાડી રહ્યાં છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના આ નેતાએ રાહુલ ગાંધીને PM બનાવા ‘હવા’ આપી, સમર્થનમાં કરી Tweet

ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી અને મોદીમાં એટલો ફરક છે કે અને કૉંગ્રેસે એ વાતની શીખ લેવી જોઇએ. સોમવારના રોજ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા કૉંગ્રેસ પર પ્રહારો કર્યાં. સંબિત પાત્રાએ કહ્યું કે પહેલાં પાકિસ્તાનના સૂચના મંત્રીએ રાહુલ ગાંધીના ટ્વિટનો ઉપયોગ કર્યો. પાત્રાએ કહ્યું કે ત્યાર બાદ પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિક ટ્વીટ કરે છે. રાહુલ ગાંધી જ દેશના આગળના પીએમ હશે અને મોદી રાહુલથી ડરે છે. રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે.

પાત્રાએ કહ્યું કે આની પહેલાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પણ ટ્વીટ કરી મોદીને નાના વ્યક્તિ ગણાવ્યા છે. પાત્રાએ કહ્યું કે કોણ છે એ લોકો જે ઇચ્છે છે કે રાહુલ ગાંધી આગળ વધે? ભ્રષ્ટાચારી ઇચ્છે છે કે રાહુલ આગળ વધે, પરિવારવાદ કરનારા ઇચ્છે છે રાહુલ આગળ વધે, તુષ્ટિકરણ કરનાર ઇચ્છે છે કે રાહુલ આગળ વધે. પાત્રાએ આગળ કહ્યું કે બીજીબાજુ એવા લોકોની સંખ્યા વધુ છે જે સત્યની સાથે છે અને ઇચ્છે છે કે મોદી આગળ વધે.

આ પણ વાંચો: શું રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે મળી PM મોદી વિરૂદ્ધ ‘મહાગઠબંધન’ બનાવ્યું છે: અમિત શાહ

આપને જણાવી દઇએ કે રાફેલ ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હોલાંદનું નિવેદન આવવા પર કૉંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. ડીલમાં કથિત રીતે ગોટાળોનો આરોપ મૂકી પીએમ પાસેથી રાજીનામાં માંગી રહ્યાં છે. ત્યારબાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સૌથી પહેલાં આ મામલાને પાકિસ્તાન સાથે જોડ્યો. રવિશંકર પ્રસાદે આરોપ મૂકયો હતો કે રાહુલ ગાંધી ઇચ્છે છે કે પાકિસ્તાનને આ ડીલની માહિતી મળી જાય.

રવિશંકર પ્રસાદ બાદ હવે સંબિત પાત્રા રાહુલ ગાંધીના પાકિસ્તાન સાથે કનેકનશનની વાત કહી રહ્યાં છે. પાત્રાએ કહ્યું કે ભારત ઇચ્છે છે કે મોદી આગળ વધે, પાકિસ્તાન ઇચ્છે છે રાહુલ. કૉંગ્રેસ અને પાકિસ્તાનમાં સમાનતા શું એક ઇત્તેફાક છે. પાત્રાએ પત્રકાર પરિષદના અંતમાં એક વીડિયો પણ દેખાડ્યો જેમાં 2014ના ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી નવાઝ શરીફ પર ટિપ્પણી કરતાં દેખાઇ રહ્યાં છે.

આ પણ વાંચો: રાફેલ વિવાદ: જેટલીને રાહુલ ગાંધીના ‘ષડયંત્ર’ની શંકા, કહ્યું ડીલ તો રદ્દ થશે જ નહીં

આ વીડિયો એ સમયનો છે જ્યારે નવાઝ શરીફે તત્કાલીન પીએમ ડૉકટર મનમોહન સિંહને દોહાતી ઔરત કહ્યા હતા. આ વીડિયોમાં મોદી એક ચૂંટણી રેલીમાં પાકિસ્તાનને તેના માટે ખખડાવતા દેખાડી રહ્યાં છે. મોદીને એ કહેતા જોઇ શકાય છે કે સવા સો કરોડ ભારતીયોના પીએમની વિરૂદ્ધ આવું બોલવાની નવાઝની ઓકાત શું છે.