બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય

બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય

 | 7:21 pm IST

ભારતે શુક્રવારનાં રોજ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપનાં પોતાની ત્રીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી દીધું છે. આ ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાતમાં રમાઇ રહેલ છે.

આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 40 ઓવરમાં 282 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 283નો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી ઝમીલે 94 રન અને નિસારે 62 રન બનાવ્યા હતાં. 283 રનનાં ટાર્ગેટનાં જવાબમાં ભારતીય ટીમે માત્ર 34 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધુ. પાકિસ્તાન પર આ ધમાકેદાર જીતની સાથે ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે.

તમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિેયા વિરૂદ્ધ પ્રથમ મેચ વરસાદનાં કારણે કેન્સલ થઇ ગયા બાદ ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું અને હવે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે.

પાકિસ્તાન જવાથી ભારતે કર્યો હતો ઇન્કાર
બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ પાકિસ્તાનમાં રમાઇ રહેલ છે, પરંતુ ભારતીય ટીમે પાકિસ્તાન જવાથી ઇન્કાર કરી દીધો હતો. માટે ભારતની તમામ મેચ યૂએઇમાં રમાઇ રહેલ છે.