India boycotts Pakistan National Day Event Due To Separatist invited
  • Home
  • Featured
  • ભારતે ફરી એકવખત પાકિસ્તાનને લીધું બરાબર આડા હાથે, કહી દીધું કે…

ભારતે ફરી એકવખત પાકિસ્તાનને લીધું બરાબર આડા હાથે, કહી દીધું કે…

 | 2:49 pm IST

ભારત સ્થિત પાકિસ્તાની હાઇકમિશનમાં યોજાનાર પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં કોઇ ભારતીય પ્રતિનિધિ સામેલ થશે નહીં. કેન્દ્ર સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પણ બોલાવ્યા છે.

રવિશ કુમારે કહ્યું કે ભારત સરકારના અધિકારી 23મી માર્ચના રોજ મનાવામાં આવતા પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યા પર યોજાનારા કાર્યક્રમથી અંતર બનાવી રાખશે. પાકિસ્તાની હાઇકમિશન આ વર્ષે એક દિવસ પહેલાં જ એટલે કે આજે રાષ્ટ્રીય દિવસ મનાવાનો નિર્ણય લીધો છે. જે દર વર્ષે 23મી માર્ચના રોજ આયોજીત થતો હોય છે. જેમાં ભારતની તરફથી સામાન્ય રીતે કોઇ મંત્રી આ કાર્યક્રમમાં સામેલ થાય છે.

ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં આયોજીત થનાર પાકિસ્તાની રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં કોઇપણ સત્તાવાર પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય લીધો નથી.

એનડીએ સરકાર પાંચ વર્ષથી પાકિસ્તાન ઉચ્ચાયોગના હુર્રિયત નેતાઓ સાથેના સંબંધો પર આપત્તિ વ્યક્ત કરી છે. પરંતુ પહેલી વખત પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. ગયા મહિને પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી ભારતે પાકિસ્તાનની વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન