India break Australia record of Continuous 10 Test Match win at Home
  • Home
  • Sports
  • Cricket
  • દ.આફ્રિકા સામે ટેસ્ટ મેચની જીત સાથે ટીમ ઇન્ડિયાએ સર્જાયો આ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને પછાડ્યું

દ.આફ્રિકા સામે ટેસ્ટ મેચની જીત સાથે ટીમ ઇન્ડિયાએ સર્જાયો આ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને પછાડ્યું

 | 12:03 am IST

પૂણે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક દાવ અને 137 રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય લીડ બનાવીને સિરીઝ અને ફ્રીડમ ટ્રોફી પોતાના નામે કરી દીધી છે. આ સાથે ઘરઆંગણે ટીમ ઈન્ડિયાએ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે સતત 11 સિરીઝ જીતીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો સતત 10 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1994-95થી 2000-01 સુધી અને ત્યાર બાદ 2004થી 2008-09 સુધી ઘરઆંગણે સતત 10-10 ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. 2012માં ભારત છેલ્લે ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પરાજિત થયું હતું. એ સિરીઝ બાદ 2013થી ભારત ઘરઆંગણે પરાજિત થયું નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે અને ભારત 200 પોઇન્ટ સાથે ટેબલમાં મોખરાના સ્થાને રહ્યું છે.

ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે 601 રને પહેલો દાવ ડિક્લેર કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા દિવસે પહેલા દાવમાં 275 રનમાં ઓલઆઉટ થઈ હતી અને 326 રનની લીડ હોવાના કારણે સુકાની વિરાટ કોહલીએ ફોલોઓન આપ્યું હતું. જોકે, સાઉથ આફ્રિકાની ટીમ ચોથા દિવસે 67.2 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી ટાઇમ બાદ સાઉથ આફ્રિકા ઓલઆઉટ થયું હતું. સાઉથ આફ્રિકાને ભારતે 2008માં એક દાવ અને 90 રને હરાવ્યું હતું પણ આ વખતે જીતનું માર્જિન વધીને એક દાવ અને 137 રન થયું છે.

ભારતીય બોલરોની ઉત્તમ બોલિંગના કારણે મેચમાં ચોથા દિવસે જ પરિણામ આવી ગયું હતું. બીજા દાવમાં ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ જ્યારે અશ્વિને 2 અને શમી અને ઈશાંત શર્માએ 1-1 વિકેટ લીધી હતી. 254 અણનમ રન કરનારા સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં ભવાઇ દરમ્યાન મારામારીનો એક વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન