India Can Not Stop Water From Flowing Into Pakistan
  • Home
  • Featured
  • ભારતે ખેલી તરસ્યા મારવાની આ ચાલ તો પાકિસ્તાને આપી ખુલ્લી ધમકી

ભારતે ખેલી તરસ્યા મારવાની આ ચાલ તો પાકિસ્તાને આપી ખુલ્લી ધમકી

 | 7:03 pm IST

ભારત દ્વારા અગાઉ પાકિસ્તાનમાં જતા પાણીને રોકવાની વાત કરી હતી. જ્યાર બાદ આ મામલે પાકિસ્તાનનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે પાકિસ્તાન જણાવે છે કે ભારત સિંધુ નદી કરાર અંતર્ગત પાણી રોકી શકે નહીં અને જો ભારત દ્વારા પાણી રોકવામાં આવશે તો પાકિસ્તાન આ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશન સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે.

આ મામલે પાકિસ્તાનના લોકલ મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ સિંધુ જળ સાથે જોડાયેલા પાકિસ્તાનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારત દ્વારા વારંવાર પાણી રોકવાને લઇને આક્રમકતા દેખાડવામાં આવી છે. આ મામલે પાકિસ્તાની અધિકારી જણાવે છે કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીઓનું પાણી અટકાવશે તો ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં આ મામલો લઇને જશે. આગઉ ભારતના કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનમાં જઇ રહેલા પાણીને રોકવાની વાત કરી હતી.

આ સમયે પાકિસ્તાન દ્વારા નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલા આ નિવેદન પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે ભારત જો પાણી અટકાવી દેશે તો તેમને કંઇ ફરક નહીં પડે. વધુમાં પાકિસ્તાની અધિકારી જણાવે છે કે પાણીનું વહેણ રોકવાને સંબંધિત પગલાને લઇને પાકિસ્તાન કંઇ જ જાણકારી આપવામાં આવી નથી. આ સીવાય અધિકારીનું માનવું છે કે પાકિસ્તાન તરફનું પાણીનું વહેણ રોકવા માટે ભારતને ઘણો સમય લાગી શકે તેમ છે.

વર્ષ 1960માં થયેલા સિંધુ જળ કરાર અંતર્ગત પશ્ચિમ નદીઓ, જેવી કે સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનના ભાગમાં છે અને પૂર્વની નદીઓ જેવી કે રાવી, બ્યાસ અને સતલજ ભારતના ભાગમાં છે. આ સીવાય ભારતના પાણી રોકવાના નિર્ણયને લઇને પાકિસ્તાની અધિકારીનું માનવું છે કે જો ભારત દ્વારા આ દિશામાં કોઇપણ જાતનું પગલું ભરવામાં આવશે તો પાકિસ્તાન આ મામલાને લઇને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં જશે. પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં જતા પાણીને અટકાવવાને લઇને નિર્ણય કરવામાં આવ્યો હતો.