India, China, No More Developing Countries Will Not Allow To : Trump
  • Home
  • Business
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને લઈને આપી ખુલ્લી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને લઈને આપી ખુલ્લી ધમકી

 | 4:14 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, જો સ્થિતિ ના સુધરી તો અમેરિકા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માંથી ખસી જશે, ટ્રમ્પે પેન્સિલવેનિયામાં એક ‘શેલ કેમિકલ પ્લાંટ’ના કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો અમેરિકાએ WTO છોડવું પડ્યું તો છૉડી દેશે. સાથે જ તેમણે ભારતને લઈને પણ આકરૂ વલણ અપનાવ્યું છે.

 રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, વર્ષોથી અમને નુંકશાન થઈ રહ્યું છે, પણ હવે આ બધું વધારે નહીં ચાલે. તેમણે WTO પાછળ અનેક પગલાનો ઉલ્લેખ કરતા તેના પર નિશાન તાક્યુ અને તેમાંથી ખસી જવાની ધમકી પણ આપી. સાથે જ તેમણે કહ્યું હતું કે, WTO વોશિંગ્ટનને નજરઅંદાજ ના કરી શકે.

ડૉનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ પર આગળ વધી રહ્યાં છે. હવે તેમને ચીનની સાથો સાથ ભારતને લઈને WTOમાં વાંધો ઉઠાવ્યો છે. જોકે આ અગાઉ પણ અનેકવાર ટ્રમ્પ WTO પર અમેરિકા સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ લગાવી ચુક્યા છે અને તેમાંથી હટી જવાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, વોશિંગ્ટને WTOના નિયમો માનવાની જરૂર નથી.

ટ્રમ્પે અહીં પણ ચીન વિરૂદ્ધ આકરૂ વલણ અખત્યાર કર્યું છે. તેમણે કહ્યું છે કે, સંગઠનમાં ચીનને શામેલ કરતી વખતે તે શરતો આપવામાં આવી હતી તેને લઈને પણ અમેરિકાને વાંધો છે. તેમણે કહ્યું હ્તું કે, અમેરિકી ટેક્નોલોજીની ચીન દ્વારા ચોરી કરવાને લઈને અમેરિકાએ ફરિયાદ કરી હતી. પરંતુ સંયુક્ત રાજ્ય અમેરિકાના પાસે હકીકતમાં વૈશ્વિક વ્યાપારિક સંસ્થા સ્વારા મધ્યસ્થતાથી વિવાદને ઉકેલવાનો સફળ રેકોર્ડ છે.

ટ્રમ્પે WTOને જણાવ્યું છે કે, જો કોઈ વિકસિત અર્થવ્યવસ્થહ ડબ્લ્યૂટીઓની ખામીઓનો લાભ ઉઠાવે, તેના વિરૂદ્ધ તે દંડાત્મક કાર્યવાહી કરી શકે છે. એશિયાનીએ બે મોટી અર્થવ્યવસ્થા ભારત અને ચીન હવે કોઈ વિકાસશીલ દેશ નથી રહ્યાં માટે તે WTOમાંથી લાભ પણ ના લઈ શકે. પરંતુ હજી પણ આ બંને દેશો પોતાને વિકાસશીલ દેશ ગણાવીને WTO પાસેથી લાભ ખાટી રહ્યાં છે અને અમેરિકાને નુંકશાન પહોંચાડી રહ્યાં છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન અને ભારત વર્ષોથી અમારો લાભ ઉઠાવી રહ્યા છે. સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે, WTO અમેરિકા સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન