NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચીનની પોલ ખુલી, લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અને પથ્થરમારાનો video આવ્યો સામે

ચીનની પોલ ખુલી, લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અને પથ્થરમારાનો video આવ્યો સામે

 | 12:28 pm IST

લદ્દાખમાં 15મી ઓગસ્ટે ચીનના સૈનિકો ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતાં અને પથ્થરબાજી કરી હતી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બહોળા પ્રમાણમાં સૈનિકો પરસ્પર ધક્કા મુક્કી કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે 15 ઓગસ્ટના રોજ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર પથ્થરબાજીના અહેવાલો હતાં. ચીને તો જોકે આવી કોઈ ઘટના બની હોવાની વાતનો જ ઈન્કાર કરી દીધો હતો. પરંતુ હવે વીડિયો સામે આવતા તેના દાવાના ચીથરા ઉડ્યા છે. એક સૈનિક પાસે ચીનનો ઝંડો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો લદ્દાખ પાસેનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં એક ઝીલ પણ નજરે ચડે છે. 50થી વધુ સૈનિકો વીડિયોમાં જોવા મળી રહ્યાં છે.

વાત જાણે એમ છે કે 15 ઓગસ્ટના રોજ સવારે સાડા સાત વાગ્યે પાનગોંગ ઝીલના કિનારે ચીનના 15 જેટલા સૈનિકો ભારતની સરહદમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ ઝીલના બે તૃતિયાંશ ભાગ પર ચીન અને એક તૃતિયાંશ ભાગ પર ભારતનો હક છે. ભારતના હકવાળો વિસ્તાર પર્યટકોનો ગમતો સ્પોટ છે. માધ્યમોના અહેવાલો મુજબ જ્યારે આ 15 ચીની સૈનિકો આગળ વધી રહ્યાં હતાં ત્યારે સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોએ તેમને રોક્યા અને તેમને પાછા ફરવા જણાવ્યું. અનેક વોર્નિંગ બાદ પણ ચીની સૈનિકો ત્યાંથી હટવા માટે તૈયાર થયા નહીં આ દરમિયાન ચીની સૈનિકો ભારતીય સરહદની અંદર ઘૂસી આવ્યાં ત્યારે ITBPના જવાનોએ તેમને કાર્યવાહી કરવાની ધમકી આપી તો ચીની સેના તરફથી પથ્થરબાજી કરવામાં આવી. ચીનની આ હરકતનો ભારતીય સેનાના જવાનોએ જોરદાર જવાબ આપ્યો.

લદ્દાખ સરહદમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી બાદ ભારતના ITBPના જવાનોએ સાહસનો પરિચય આપતા ચીની સેનાને ત્યાંથી ખદેડી મૂકી. આ દરમિયાન બંને તરફના જવાનોને સામાન્ય ઈજાઓ પણ થઈ. ભારે તણાવ બાદ બંને દેશોની સેનાઓએ ઘટનાસ્થળ પર ડ્રિલ કર્યું જેનો અર્થ એવો દાવો કરવો થાય કે આ જગ્યા અમારી છે. ITBPના જવાનોએ ચીની સેનાને એક ઝંડો પણ બતાવ્યો. આ ઝંડામાં ચીની ભાષામાં લખ્યું હતું કે આ વિસ્તાર અમારો છે અને મહેરબાની કરીને પાછા જતા રહો.

ત્યારબાદ ચીની સેનાના જવાનોએ મજબૂર થઈને પાછા ફરવું પડ્યું. પાનગોંગ ઝીલની રખેવાળી માટે ભારતીય સેના હાઈ સ્પીટ ઈન્ટર સેપ્ટર બોટ્સનો ઉપયોગ કરે છે. ભારતીય સેનાએ આ બોટ અમેરિકા પાસેથી ખરીદી છે. આ બોટમાં એકવારમાં 15 સૈનિકો સવાર થઈ શકે છે. બોટ રડાર, ઈન્ફ્રા રેડ અને જીપીએસ સિસ્ટમથી લેસ છે.

ઘૂસણખોરીને ચીની નકારી હતી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જ્યારે આ ઘટના સંબંધે ટિપ્પણી કરી તો જણાવ્યું કે ‘અમને તે અંગે કોઈ જાણકારી નથી. ચીની સરહદની રખેવાળી કરનારા ભારત-ચીન સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમે વાસ્તવિક નિયંત્રણ રેખાના ચીની ભાગ પાસે હંમેશા પેટ્રોલિંગ કરીએ છીએ. અને ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે તેઓ એલએસી અને બંને પક્ષો વચ્ચે પ્રાસંગિક સંધિઓનું પાલન કરે. ‘

;