the purchase of crude oil from Iran India completely closed
  • Home
  • Business
  • ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું સંપૂર્ણ બંધ કર્યું

ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું સંપૂર્ણ બંધ કર્યું

 | 9:44 am IST

અમેરિકાએ ગયા વર્ષે પરમાણુ કાર્યક્રમ છુપાવવા માટે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદયા હતા. આ પછી મુખ્ય પાંચ દેશ સહિત લગભગ તમામ દેશોએ ઈરાન સાથેનો વેપાર બંધ કર્યો હતો. યુએસ દ્વારા ભારત સહિત 8 દેશોને ઈરાન સાથે ઓઈલનો વેપાર બંધ કરવા 6 મહિનાની છૂટ આપવામાં આવી હતી. અમેરિકાએ આપેલી આ છૂટ પૂરી થયા પછી ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું સંપૂર્ણ બંધ કર્યું છે તેમ અમેરિકા ખાતેનાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યુ હતું.

વેનેઝુએલાથી પણ ઓઈલની આયાત બંધ

હર્ષવર્ધને કહ્યું કે એપ્રિલમાં અમેરિકાએ આપેલી છૂટ રદ થયા પછી ભારતે ઈરાનમાંથી દર મહિને 2.5 અબજ ટન ક્રૂડ ઓઈલ આયાત કરવાનું પ્રમાણ ઘટાડીને 10 લાખ ટન કર્યું હતું. ભારતે હવે ઉર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની તાતી જરૂર છે. ભારતે હમણા વેનેઝુએલાથી પણ ઓઈલનું આયાત કરવાનું બંધ કર્યું છે.

પાંચ દેશોએ ઈરાનમાંથી ઓઈલની આયાત બંધ કરી

ઈરાન દ્વારા ભારતની આશરે 10 ટકા ઓઈલની જરૂરિયાત પૂરી કરવામાં આવતી હતી. અમેરિકાએ આપેલી છૂટ રદ થતાં પાંચ દેશોએ ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કર્યું છે જેમાં ભારત ઉપરાંત ગ્રીસ, ઈટાલી, તાઈવાન અને તુર્કીનો સમાવેશ થાય છે.

ચાબહાર બંદર પર અસર પડશે નહીં

હર્ષવર્ધને કહ્યું કે યુએસનાં આ પ્રતિબંધોની ચાબહાર બંદરનો વિકાસ કરવા સામે કોઈ અસર પડશે નહીં. ચાબહાર બંદર અફઘાનિસ્તાનની લાઈફલાઈન છે. અફઘાનના લોકોને મદદ માટે આ બંદર મહત્વનું છે. બીજા દેશોની મદદ કરવાનું ભારત અને અમેરિકા માટે પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન